________________
[४७५] अधीत्य किञ्चिचनिशम्यकिञ्चिदसद्ग्रहात्पण्डितमानिनोये ।
मुखं सुखं चुम्बितमस्तु वाचो, लीलारहस्यं तु न तैर्जगाहे ॥३॥ મૂલાર્થઃ કંઈક ભણીને કે સાંભળીને જેઓ અસઘ્રહને લીધે પોતાના આત્માને પંડિત માને છે, તેઓ ભલે સુખેથી વાણીના મુખને ચુંબન કરે, પરંતુ તેઓએ તે વાણીની લીલા કે રહસ્યનું અવગાહન કર્યું જ નથી, એમ સમજવું.
ભાવાર્થ : શાસ્ત્રના શબ્દોની સ્મૃતિના કે શ્રવણના આધાર પર કોઈ પોતાને પંડિત માને તો તે વાણીવિલાસ છે. પરંતુ તેઓ શ્રુતજ્ઞાનના સારને પામ્યા નથી, એમ માનો. [૪૭૬] સતપ્રદોત્સવનુચ્છ-ઘાંશતાબ્ધીકૃતમુઘતોઃ |
विडम्बिता हन्त जडैर्वितण्डापाण्डित्यकण्डूलतया त्रिलोकी ॥४॥ મૂલાર્થ ઃ અસદ્ગહે કરીને જેમનો અહંકાર અત્યંત ઊછળે છે તથા જેમણે બોધના એક અંશે કરીને મુગ્ધ જનોને અંધ કર્યા છે, એવા જડ પુરુષોએ વિતંડાના પાંડિત્યની ખરજ વડે કરીને ત્રણ જગતના પ્રાણીઓને વિટંબના પમાડી છે.
ભાવાર્થ : અસગ્રહનું મૂળ અહંકાર છે, અને વિપરીત કે અપૂર્ણ જ્ઞાનથી ગર્વિષ્ઠ થયેલા પુરુષોએ ભોળાજનોને સામાન્ય મનોરંજનરૂપ બોધ કરી અંધ કર્યા છે. તેમણે ખરેખર આ જગતના લોકોને અવળે માર્ગે દોય છે. અર્થાત્ જે પોતે માનાદિ કષાયથી પીડાય છે તે અન્યને શું બોધદાયક થશે ? [૪૭] વિઘોહિસ્ય ન વત્ર તિમોથનું તત્ત્વવિર્વતીનઃ |
____ अशुक्लपक्षस्थितिरेषनूनमसद्ग्रहः कोऽपि कुहू विलासः॥५॥
મૂલાર્થ જેને વિષે વિવેકરૂપી ચંદ્રનું દર્શન નથી. ગાઢ અંધકાર દેખાય છે. તથા જેને વિષે તત્ત્વજ્ઞાનરૂપી સૂર્ય લીન થયો છે. તે ખરેખર કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસદ્ગહરૂપી અમાવાસ્યાનો વિલાસ છે.
ભાવાર્થ : હે ભવ્યાત્મા ! જે દર્શનને વિષે સત્ અસનો વિવેક નથી. જ્યાં અજ્ઞાનરૂપી અંધકાર વ્યાપેલો છે. તત્ત્વજ્ઞાનની તો લેશ છાયા પણ નથી ત્યાં જાણે સૂર્યાસ્ત થયો છે. આવો કૃષ્ણપક્ષની
૨૫૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org