________________
પ્રબંધ ૪થો
અધિકાર ૧૪મો
કદાગ્રહ ત્યાગ
[૪૭૩] મિથ્થોલીવીનત્તની વહ-મસંગ્રહત્યામુદારિત્તિ !
अतो रतिस्तत्र बुधैर्विधेया, विशुद्धभावैः श्रुतसारवद्मिः ॥१॥ મૂલાર્થ : અસદ્ગતના ત્યાગને મિથ્યાત્વરૂપી દાવાનળને વિષે મેઘ સમાન કહેલો છે, માટે શુદ્ધ આશયવાળા અને શાસ્ત્રના સારને જાણનારા પંડિતોએ કદાગ્રહનો ત્યાગ કરવા પ્રીતિ કરવી.
ભાવાર્થ : મિથ્યાત્વનું મૂળ અસતુનો – વિપરીતતાનો આગ્રહ છે. મિથ્યાત્વ કે જે ભવભ્રમણનું મુખ્ય કારણ છે. તે દાવાનળ સમા મિથ્યાત્વનું જો શમન કરવું હોય તો અસગ્રહના ત્યાગરૂપ શીતળ જળનું સિંચન અનિવાર્ય છે. માટે જેને માટે શ્રતનું માહાભ્ય છે તેવા આત્માર્થીએ વિપરીત શ્રદ્ધાદિના કદાગ્રહનો ત્યાગ કરવો. [४७४] असद्ग्रहाग्निज्वलितं यदन्तः, क्व तत्र तत्त्वव्यवसायवल्लिः।
प्रशान्तपुष्पाणि हितोपदेश-फलानि चान्यत्र गवेषयन्तु ॥ २ ॥ મૂલાર્થ : જેનું ચિત્ત અસગ્રહરૂપી અગ્નિથી દગ્ધ થયેલું છે, તેને વિષે તત્ત્વના નિશ્ચયરૂપી લતા ક્યાંથી હોય ? અને શાંતિરૂપી પુષ્પો તથા હિતોપદેશરૂપી ફળોની અન્યત્ર જ શોધ કરો, તે તો અહીં સંભવે જ નહીં.
ભાવાર્થ : મિથ્યામતિને કારણે જેનું અંતઃકરણ અસદ્ધ્રહના અગ્નિની શાખાઓથી ભડકે બળી રહ્યું છે, તેમને તત્ત્વની શ્રદ્ધારૂપ શ્રેણિનો (લતા) વિકાસ ક્યાંથી મળે ? વળી વિષય-કષાયોના શમનરૂપ પ્રકૃષ્ટ શાંતિના પુષ્પો ક્યાંથી મળે ? અને ગુરુવચનના ઉપદેશરૂપ ફળની પ્રાપ્તિ તો ક્યાંથી મળે ?
હે આત્માર્થી ! તું આ કદાગ્રહના દાવાનળમાં ક્યાં અટવાયો, બહાર નીકળ જા, અહીં તને આત્માર્થ નહિ મળે. તેને તે અન્યત્ર
શોધ.
કદાગ્રહ ત્યાગ ઃ ૨૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org