________________
ડોંગ્રહ ત્યાગ અધ્યયને
જીવના અધ્યાત્મ વિકાસમાં મમત્વ જેમ બાધક છે, તેમ કદાગ્રહ પણ બાધક છે. જીવને બહારના શત્રુ દેખાય છે, પણ જન્મો સુધી દુઃખદાયક તેવા અંતરંગશત્રુ દેખાતા નથી. વળી મોક્ષના દ્વાર સમા સમ્યગ્દર્શનને રોકનારા મિથ્યાત્વની જેમ આ કદાગ્રહ પણ મહાદોષ છે.
પાષાણ જેમ જળથી ભિજાતો નથી તેમ કદાગ્રહી શાસ્ર શ્રવણથી કે સદ્ગુરુના બોધથી દ્રવતો નથી. અજ્ઞાનરૂપી અંધકારથી જીવ જેમ ઘેરાઈ જાય છે, તેમ કદાગ્રહી પોતાની જ કલ્પના કે વિકલ્પની જાળથી ઘેરાઈ જાય છે.
કદાગ્રહનો અર્થ છે, અસદ્ ક્રિયા કે આચારનો આગ્રહ, શુદ્ધ ધર્મની દૃષ્ટિએ જે કંઈ પ્રરૂપણા થઈ તે ખોટી છે, તેમ જણાય છતાં પોતાના કહેલા કથનને સાચું ઠરાવવાનો આગ્રહ તે અસગ્રહ છે. એવા અસગ્રહીને તત્ત્વનો બોધ પરિણામ પામતો નથી. તેથી ગુરુજનો પણ તેના પ્રત્યે મૌન સેવે છે.
કદાગ્રહીનો મળતિયો-મિત્ર હોય તો તે કુતર્ક છે. એ કુતર્ક તેને સદ્બોધ પ્રત્યે જવા દેતો નથી. પોતાનામાં ગુણ નથી છતાં તેનું તે પ્રદર્શન કરે છે, અને ગુણવાનો પ્રત્યે અનાદર કરે છે. તેના જીવનમાં ગુણના અંકુરો ફૂટતા જ નથી. તે પોતાના જ કૂવામાં જાતે ડૂબી મરે છે.
કોઈ સદ્ભાગ્યે જો તેને પોતાના આ દોષનો ખ્યાલ આવે, તે સમયે કોઈ કરુણાશીલ મહાત્માનો તેને યોગ થાય તો કદાગ્રહની જાળમાંથી તે છૂટી શકે. એક વાર સવિવેક જન્મે પછી જીવ માર્ગે ચઢી જાય છે. જેમ પ્રથમ એક દોષ સઘળા ગુણોને ભસ્મસાત્ કરતો હતો. તેમ હવે ગુણની પરંપરા જીવને દોષથી મુક્ત કરી સત્ના શાસનમાં જોડી દે છે. તે જીવ પછી પરંપરાએ સ્વરૂપનોમોક્ષનો યાત્રી બને છે.
Jain Education International
૨૫૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org