________________
[૪૭] જ્ઞાનદર્શનવરિત્રા - ભુપાયાસ્તદુમક્ષ
પરિઘાં વિર્ય, ત્યાગું મિથ્યાત્વવૃદ્ધિ / ss મૂલાર્થ : તેથી કરીને સંસારના નાશને વિષે જ્ઞાનદર્શન અને ચારિત્ર એ ઉપાયો છે. માટે તેને નિષેધ કરનારું વાક્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી તજવા લાયક છે.
ભાવાર્થ : અર્થાતુ વાસ્તવમાં સંસારને તરી જવા માટે રત્નત્રય સાધનની મુખ્યતા છે. તેનો નિષેધ કરનાર મિથ્યાદર્શન છે માટે તે દર્શનનો ત્યાગ કરવો. [૭૨] મિથ્યાત્વસ્થ પાતા-પુત્કૃોત્તમથથન |
भावयेत्प्रातिलोम्येन, सम्यक्त्वस्य पदानि षट् ॥ ८९ ॥ મૂલાર્થઃ ઉત્તમ બુદ્ધિરૂપ ધનવાળા પુરુષે આ મિથ્યાત્વના સ્થાનોને તજીને તેથી ઊલટાપણે સમ્યકત્વના છ સ્થાનોની ભાવના કરવી.
ભાવાર્થ : બુદ્ધિના વૈભવવાળા આત્માએ મિથ્યાત્વના ત્યાગ માટે તેનાથી વિપરીત મોક્ષમાર્ગના યથાર્થ સ્થાનકોને આદરવા.
છ સ્થાનકો સમ્યગદર્શનના હેતુ છે. તેને વિચારવાથી શ્રદ્ધાબળ વધે છે. ચિત્ત શુદ્ધ બને.
૧. આત્મા છે, અન્ય પદાર્થની જેમ આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. સ્વયંભૂ અને અવિનાશી છે. ૩. આત્મા, સ્વભાવે સ્વરૂપનો કર્તા છે. ૪. આત્મા સ્વરૂપનો કર્તા હોવાથી ભોક્તા છે. ૫. શુદ્ધાત્મા મોક્ષસ્વરૂપ છે. ૬. તે મોક્ષના ઉપાયો સમ્યગુદર્શનાદિ છે. મિથ્યાત્વ ત્યાગ માટે આ છ સ્થાનકોનો આદર કરવો.
મિથ્યાત્વત્યાગ અધિકાર સંપૂર્ણ
મિથ્યાત્વત્યાગ : ૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org