________________
ભાવાર્થ : સમ્યક્ત્વ પ્રાપ્ત પહેલાની પાત્રતા માટે માર્ગાનુસારિણી ગુણોની ક્રિયા સામાન્ય કોમળ છે, તેનામાં કર્મની લઘુતા કરવાનું
સામર્થ્ય છે. પણ સર્વ કર્મના સમગ્ર કર્મસમૂહનો નાશ કરવા આરાધના સમર્થ છે.
ક્ષયનું કારણ તે ન બની શકે. બળવાન યોદ્ધાની જેમ રત્નત્રયની
[૪૬] ગુળાઃ પ્રાદુર્મવન્યુઐ-થવા વર્મતાધવાત્ ।
तथाभव्यतया तेषां, कुतोऽपेक्षानिवारणम् ॥ ८६ ॥ મૂલાર્થ : વાદી : તથાભવ્યત્વે કરીને અથવા કર્મના લાઘવે કરીને અત્યંત ગુણો પ્રગટે છે. તેથી શા માટે તેની અપેક્ષાનું નિવારણ કરો છો ?
-
ભાવાર્થ : તથા ભવ્યત્વનો તે તે જીવને પરિપાક થતા કર્મલઘુતા પામે છે, કર્મલઘુતા થતાં સમ્યક્ત્વના ગુણો પ્રગટ થાય છે, જ્યારે વસ્તુસ્થિતિ આમ જ છે તો મોક્ષમાર્ગમાં રત્નત્રયની અપેક્ષા કેવી રીતે ટાળી શકો ?
[૪૭૦] તથામન્ત્રતયાડડક્ષેપાર્ડે મુળા ન ચ ન àતવઃ । अन्योन्यसहकारित्वाद् दण्डचक्रभ्रमादिवत् ॥ ८७ ॥
મૂલાર્થ : તથાભવ્યત્વના આક્ષેપથી વીર્યોત્સાહાદિક ગુણો મોક્ષના હેતુ નથી. એમ અમારો મત નથી. પરંતુ ઘટને વિષે દંડ ચક્ર અને ભ્રમણ વિગેરેની જેમ અન્યોન્ય સહકારી હોવાથી તે સર્વે હેતુ
છે.
ભાવાર્થ: ભવ્યતા પોતપોતાના જ કાળક્ષેત્ર ગુર્વાદિક દ્રવ્યના લક્ષણવાળી સામગ્રીના ભેદથી નાના પ્રકારના જીવોને વિષે વિચિત્ર પ્રકારે હોય છે. તે જ તથાભવ્યતા કહેવાય છે. જો સર્વ પ્રકારે એક જ યોગ્યતા માનીએ તો સર્વ ભવ્યોને એકીવખતે ધર્માદિકની પ્રાપ્તિ થાય. એકલી ભવ્યતા સ્વીકારીએ તો આવો દોષ આવે, તેથી બીજાં સાધનોની પણ અપેક્ષા છે. તેથી સમ્યગ્દર્શનાદિ સહકારી સાધનો મોક્ષના સાધન થાય છે. ઘટને માટે જેમ ચક્રદંડ વિગેરે છે તેમ વિચારવું.
Jain Education International
૨૪૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org