________________
મૂલાર્થ : તેથી કરીને આ નાસ્તિકની જેવા ભ્રાંતિ પામેલાનું મોક્ષની સત્તાનું નિષેધ કરનારું વચન પરમાર્થની ગવેષણા કરનાર પુરુષે ગ્રહણ કરવું નહીં.
ભાવાર્થ : અર્થાત્ ચાર્વાક જેવા કેવળ વિષયોને સુખરૂપ માનતા, અજ્ઞાનને પોષતા, મોક્ષનો નિરોધ કરતા વચનો મોક્ષાર્થીએ માનવા નહીં. [४६१] न मोक्षोपाय इत्याहुरपरे नास्तिकोपमाः ।
વાસ્થતિ ન દેતુશ્રેષા તેષાં વરર્થના | ૭ | મૂલાર્થ: નાસ્તિક જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષનો ઉપાય જ નથી. તેઓ કાર્યને માને છે. અને કારણને માનતા નથી. તે તેની મોટી કદર્થના છે.
ભાવાર્થ : ચાર્વાકની જેમ નિયતિવાદીઓ “મોક્ષનો ઉપાય માનતા નથી. જ્યારે મોક્ષની નિયતિ હશે ત્યારે થશે. તેમને માટે મોક્ષ સાધ્ય છે, પણ તેનું સાધન નથી. આવી માન્યતા તે તેમની મોહજનિત વિટંબના છે. [૪૬] સ્મફેવ મવતીચની નિયતાવઘેઃ |
कादाचित्कस्य दृष्टत्वाद् बमाषे तार्किकोऽप्यदः ॥ ७९ ॥ મૂલાર્થ : અવધિનું નિયતિપણું હોવાથી અકસ્માત જ મોક્ષ થાય છે. એવું તેમનું કહેવું અસત્ય છે. કેમ કે તેવા અવધિનું નિયતપણું કદાચિત જ જોવામાં આવે છે.
ભાવાર્થ : કાળની મર્યાદા પૂર્ણ થવાથી અકસ્માત મોક્ષ થશે તેમ માનવું અસત્ય છે. તેવું અપવાદરૂપે જોવામાં આવે છે. છતાં સામાન્ય રીતે મોક્ષ તેના સાધનોના નિમિત્તના ક્રમથી પ્રગટે છે. માટે મોક્ષાર્થીએ મોક્ષમાર્ગની આરાધના કરવી. [૪૬] દેતુપૂપિનિષેધો ન વાનપાયાવિધિને ૨ |
स्वभाववर्णना नैव-मवधेर्नियतत्वतः ॥ ८० ॥ મૂલાર્થ : અવધિનો નિયમ છે, તેથી હેતુરૂપ સામગ્રીનો નિષેધ નથી, તથા આત્માના નિષેધનો વિધિ નથી. અને એમ હોવાથી સ્વભાવની વર્ણના ઉત્પન્ન થતી નથી.
મિથ્યાત્વત્યાગ : ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org