________________
થતો નથી. કે આકાશની વૃદ્ધિ થતી નથી. તે પ્રમાણે જ્ઞાન ધ્યાનના સેવનથી જ્ઞાનાવરણિયાદિ કર્મનો નાશ થવાથી આત્મા તેનાથી મુક્ત થઈ ભિન્ન રૂપે રહે છે. પરંતુ આત્મા કંઈ સર્વાકાશમાં વ્યાપક થતો નથી. [४५८] न च कर्माणुसम्बन्धा-न्मुक्तस्यापि न मुक्तता ।
योगानां बन्धहेतूनामपुनर्भवसंभवात् ॥ ७५ ॥ * મૂલાર્થ : કર્મના પરમાણુઓના સંબંધને લીધે સિદ્ધિ પામેલાની પણ મુક્તિ નથી, એવી શંકા કરવી નહીં. કારણ કે બંધના હેતુરૂપ યોગોનો પુનઃ ઉત્પત્તિનો અસંભવ છે. તેથી સિદ્ધને સંસાર નથી.
ભાવાર્થ: વાદી = તમારે મતે કર્મપુદ્ગલો ચૌદ રાજલોકમાં છે. તો પછી લોકાગ્રે રહેલા જીવોને કર્મયુગલોનો સંબંધ થવાનો તેથી તેમની મુક્તિ રહેશે નહીં.
એ શંકા અયથાર્થ છે. કર્મબંધના કારણભૂત મનાદિ યોગના તથા રાગાદિ ભાવના અભાવથી મુક્તાત્માને કર્મસંબંધ થતો નથી. તેથી તેઓ પુનઃ સંસારી થતા નથી. મુક્તાત્માને કર્મનો સંબંધ થવા માટે સંકલેશ પરિણામ જોઈએ તેનો ત્યાં અભાવ છે. તેથી સિદ્ધ જીવોને કર્મવર્ગણા સ્પર્શી શકતી નથી. [४५९] सुखस्य तारतम्येन प्रकर्षस्यापि सम्भवात् ।
બનાસુરસંવિત્તિ-ક્ષઃ સિચિતિ નિર્મઃ | ૭૬ / મૂલાર્થ : સુખનું તરતમપણું હોવાથી પ્રકૃષ્ટ સુખનો પણ સંભવ છે, તેથી કરીને જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે, એવો નિર્ભય મોક્ષ છે એમ સિદ્ધ થાય છે.
ભાવાર્થ : જેમ જગતમાં ધનવાન અને નિર્ધનની અવસ્થા છે. તેમ સુખનું પણ અલ્પાધિકપણું અનુભવમાં આવે છે તે બતાવે છે કે સુખનું પ્રકૃષ્ટપણું હોવું જોઈએ. આથી અનંત સુખનું જેમાં જ્ઞાન થાય છે એવો મોક્ષ નિર્ભયપણે સિદ્ધ થાય છે. [४६०] वचनं नास्तितिकाभाना-मात्मसत्तानिषेधकम् ।
भ्रान्तानां तेन नादेयं परमार्थगवेषिणा ॥ ७७ ॥
૨૪૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org