________________
કાંતિવાળા છે. પરમદયાના ધારક એવા પ્રભુ ભવ્ય પ્રાણીઓના ભવ રૂપ ખેદને હરનારા થાઓ. વળી દુઃખને હરનારી ભગવાનની દિવ્ય વાણી જગતના જીવોને ધર્મમાર્ગમાં ઉલ્લાસ આપે છે. [३] श्रीशैवेयं जिनं स्तौमि, भुवनं यशसेव यः ।
मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपू पुरत् ॥ ३ ॥ મૂલાર્થ : જે ભગવાને પોતાના યશ વડે ત્રિભુવનને પૂર્ણ કર્યું હોય, તેમ પોતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુ વડે પાંચજન્ય શંખને પૂર્ણ કર્યો, (વગાડ્યો) તે શીવાદેવના પુત્ર નેમિનાથ સ્વામીની હું સ્તુતિ કરું છું.
ભાવાર્થ: શીવાદેવના પુત્ર બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ભગવાનની હું સ્તુતિ કરું છું. છબસ્થ અવસ્થામાં ભગવાને પોતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુ વડે પાંચજન્ય શંખ ફૂંકીને જનસમૂહને આશ્ચર્યચકિત કર્યો હતો. તેવા પરાક્રમી નેમિનાથ ભગવાને ચાર ઘનઘાતી કર્મોનો નાશ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ્વયં પોતાની જ શક્તિ વડે ત્રણ ભુવનને પ્રકાશિત કર્યું હતું. [४] जीयात्फणिफणप्रान्त - सङ्कान्ततनुरेकदा ।
उद्धर्तुमिव विश्वानि श्रीपाळ बहुरुपभाक् ॥ ४ ॥ મૂલાર્થ : કોઈ સમયે સર્પની ફણાના અગ્રભાગને વિષે જેના શરીરના અનેક પ્રતિબિંબો પડેલા છે; અને તેથી કરીને જાણે ત્રણ જગતનો ઉદ્ધાર કરવા માટે ઘણા રૂપો ધારણ કર્યા હોય તેવા જણાય છે તે પાર્શ્વનાથ પ્રભુ જયવંતા વર્તો.
ભાવાર્થ વામાનંદન ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ જયવંતા વર્તો. સર્પના લંછન યુક્ત ભગવાનને શીરે સહસ્ત્ર સર્પની ફણાઓ છત્ર ધરી રહી છે. તે દરેક ફણાના અગ્રભાગે મણીરત્ન ચમકી રહ્યું છે, તેના પ્રકાશમાં ભગવાનનાં અનેક પ્રતિબિંબો પ્રગટ થાય છે. તેથી એમ જણાય છે કે ભગવાને ત્રણે લોકનો ઉદ્ધાર કરવા અનેક રૂપો ધારણ કર્યા છે.
૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org