________________
[४५३] स्वाभाविकं च भव्यत्वं, कलशप्रागभाववत् ।
नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुद्धयते ॥ ७० ॥ મૂલાર્થ: ઘટના પ્રાગભાવની જેમ સ્વાભાવિક ભવ્યત્વનો નાશ થવાના કારણની સામગ્રીને લીધે નાશ થવાથી પણ કોઈ વિરોધ આવતો નથી.
ભાવાર્થ: ઘડાના પ્રાગભાવ (અભાવ) થવા છતાં માટીનો અભાવ થતો નથી. તેમ ભવ્યત્વ તે મોક્ષગમનની જીવની યોગ્યતા છે. મોક્ષ પ્રાપ્ત થતાં તે ગુણની આવશ્યકતા નથી, ભવ્યત્વ એ સહકારી કારણ છે. જીવત્વ એ ઉપાદાન કારણ છે તેથી કાર્યસિદ્ધિ થતાં સહકારી કારણ દૂર થવા છતાં ઉપાદાન કારણ રહે છે. ભવ્યતા સિદ્ધત્વમાં સમાઈ જાય છે.
શંકા – બધા જ ભવ્યજીવો મોક્ષે જશે તો કોઈ ભવ્ય બાકી ન રહેતાં મોક્ષ પણ રહેશે નહીં. અને કેટલાક ભવ્ય છતાં મોક્ષ જવાના નથી તો તેમનું ભવ્યપણે નિષ્ફળ જશે. [४५४] भव्योच्छेदो न चैवं स्याद् गुर्वानन्त्यानभोंशवत् ।
प्रतिमादलवत् क्वाऽपि फलाभावेऽपि योग्यता ॥ ७१ ॥ મૂલાર્થ : આકાશના પ્રદેશોની જેમ ભવ્યજીવો મોટા અનંતાવાળા છે, તે ભવ્યોનો સર્વથા અભાવ થશે નહીં. અને બીજી બાબતમાં કદાચ ફળનો અભાવ હોય તો પણ પ્રતિમા થાય તેવા દળની જેમ તેમાં યોગ્યતા કહી શકાય.
ભાવાર્થ: આકાશના પ્રદેશો પર રહેલા ભાવિકાળના સમયો આઠમા અનંતે હોવાથી તેનો ક્યારેય અંત થવાનો નથી. તેમ મોક્ષ જવાવાળા જીવો અનંતા જીવોમાં આઠમા અનંતે છે, તેથી ભવ્યોથી શૂન્ય સંસાર બની શકશે નહીં. અનંતમાંથી અનંત જશે તો પણ અનંતા રહેશે.
વળી જેમ પથ્થર માત્રમાં પ્રતિમા થવાની યોગ્યતા છતાં સામગ્રીના અભાવે તે પ્રતિમા રૂપે થશે નહીં. તેમ જાતિભવ્યો એવી સામગ્રીના અભાવે મોક્ષગમન કરી શકશે નહીં. તે પ્રમાણે અભવ્યોનો મોક્ષ નથી.
૨૪૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org