________________
સુવર્ણ માટીથી અગ્નિના સંયોગે નાશ પામે છે તેમ આત્મા અને કર્મનો સંયોગ અનાદિનો છતાં પણ સંયમ કે તપ દ્વારા કર્મોનો નાશ થાય છે. માટી અને સોનાનો સંબંધ સાંયોગિક છે, તેથી માટી છૂટી પડતા સુવર્ણ શુદ્ધપણે પ્રગટ થાય છે. તેમ આત્મા અને કર્મનો સંબંધ સાંયોગિક છે. તે કર્મો શુદ્ધ ધર્મ દ્વારા નાશ પામે છે. ત્યારે આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે. [४५१] भव्येषु च व्यवस्थेयं, सम्बन्धो जीवकर्मणोः ।
अनाद्यनन्तोऽभव्यानां, स्यादात्माऽऽकाशयोगवत् ॥ ६८ મૂલાર્થ : આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિષે જાણવી, અભવ્યો જીવોને આશ્રયીને તો જીવ કર્મનો સંબંધ આત્મા અને આકાશના સંયોગની જેમ અનાદિ અનંત છે.
ભાવાર્થ બંધ મોક્ષની વ્યવસ્થા અને પ્રતિપાદન. મુક્તિ થવાની યોગ્યતાવાળો પરિણામિક ભાવ (ભવ્યતા) અનાદિથી છે, તે ભવ્ય જીવોને વિષે છે. અને અભવ્ય જીવ છે તેમનો કર્મ સાથેનો સંબંધ આકાશ અને આત્માની જેમ અનાદિ અનંત જાણવો. કારણ તેનામાં મુક્તિ પામવાની યોગ્યતા છે નહીં અને થતી નથી. તે જીવો સંસારી અવસ્થામાં જ રહેવાના છે. [૪૨] દ્રવ્યમા સમાપિ નીવનીત્વમેવ
जीवभावे समानेऽपि भव्याभव्यत्वयोभिदा ॥ ६९ ॥ મૂલાર્થ જેમ દ્રવ્યપણું સમાન છતાં જીવપણાનો અને અજીવપણાનો ભેદ છે તેમ જીવપણું સમાન છતાં પણ ભવ્ય અને અભવ્યપણાનો ભેદ છે.
ભાવાર્થ: હે ભદ્ર ! સર્વ દ્રવ્યોમાં દ્રવ્યપણું – વસ્તુપણું સમાન છતાં જીવ અને અજીવપણાનો ભેદ છે. અજીવમાં જડપણું છે. જીવમાં ચેતનપણું છે. તે પ્રમાણે સર્વ જીવોમાં જીવપણું સમાન છતાં ભવ્ય અને અભિવ્યપણાના ભેદ છે. ભવ્ય જીવ મોક્ષપણાને યોગ્ય હોય છે, અભવ્યમાં મોક્ષગમનની અયોગ્યતા છે.
મિથ્યાત્વત્યાગ : ૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org