________________
પ્રવાહ વડે અનાદિપણું છે.
ભાવાર્થ : જૈન : તમારો એ મત તદ્દન અસંગત છે. જીવ અને કર્મનું અનાદિપણું આકાશ અને આત્માની જેમ સંગત નથી પણ બીજ અને વૃક્ષની જેમ અનાદિ પ્રવાહવાળું છે. કેમ કે આત્મા અને આકાશનો સંયોગ તો સંસારી અને સિદ્ધ બને છે. આત્માને કર્મનો સંબંધ બીજ અને વૃક્ષની જેમ હોવાથી બીજ જેમ અગ્નિથી બળી જાય છે પછી પુનઃ ઊગતું નથી તેમ તપાદિથી શુદ્ધ ધર્મ-વડે કર્મબીજ બળી જવાથી પુનઃ આત્માને બંધ થતો નથી. આકાશને ભાવ નથી તેથી કર્મસંબંધ ઘટતો નથી.
[૪૪] ર્તા વિતો વેઢે, નીવઃ મનિ ટેયુક્ત । યિાતોષમુક્ષુમ્મે, ડાન્વિતળુનાનવત્ ॥ ૬૬ ॥
મૂલાર્થ : જીવ કર્મવડે જ યુક્ત છતાં દેહને વિષે કર્તા થાય છે. અને દેહે કરીને યુક્ત છતાં કર્મને વિષે કર્તા થાય છે, અને કુંભને વિષે દંડે કરીને યુક્ત કુંભકારની જેમ દેહ અને કર્મ કરીને યુક્ત એવો જીવ ક્રિયાના ફળનો ભોક્તા થાય છે.
ભાવાર્થ : વાદીનું કહેવું યથાર્થ નથી. જેમ દંડ, ચક્ર વિગેરેથી યુક્ત એવો કુંભકાર ઘટનો કર્તા બને છે, અને ઘટયુક્ત તે ઘડાનો ભોક્તા બને છે. તેમ આત્મા દેહ અને કર્મથી યુક્ત થયેલો શુભાશુભ કર્મનો કર્તા અને ફળનો ભોક્તા બને છે, સર્વ ક્ષેત્રે સંસારી જીવ કર્મ સહિત હોવાથી તેનો સંબંધ અનાદિ છે. [૪૦] અનાવિસન્તતેર્નાશઃ સ્થાણુ વીના યોરિત ।
कुकुट्यण्ऽकयोः स्वर्णमलयोरिव वाऽनयोः ॥ ६७ ॥ મૂલાર્થ : બીજ અને અંકુરાની જેમ કૂડી અને તેનાં ઈંડાંની જેમ અથવા સુવર્ણ અને તેના મેલની જેમ આ જીવ અને કર્મની અનાદિની સંતતિનો નાશ થાય છે.
ભાવાર્થ : સંસારનો વ્યવહાર દર્શાવે છે કે બીજ અને અંકુર, કૂકડી અને ઈંડુંની જેમ અનાદિ છે સુવર્ણ અને માટીની જેમ અનાદિના સંબંધવાળા છતાં માટી કોઈ નિમિત્તથી નાશ પામે છે.
Jain Education International
૨૪૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org