________________
૧૬ ૫ તન્માત્રા = શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ.
૫ બુદ્ધિન્દ્રિય = શ્રોત્રાદિ પાંચ. ૫ કર્મેન્દ્રિય = વાપાણિ, (વાણી) પાદ, પાયુ, ઉપસ્થ (જનનેન્દ્રિય) ૧ મન = સંકલ્પ વિકલ્પ.
-
૧૬
૫ તન્માત્રામાંથી ઉત્પન્ન થતાં આકાશ, વાયુ, તેજ, પાણી. પૃથ્વી, ૨૫ કુલ ૨૫ તત્ત્વ છે.
કપિલ કહે છે આ ૨૫ તત્ત્વને જાણનારો મુક્ત થાય છે.
જૈન : પુરુષને બંધ નથી તે નિત્ય મુક્ત છે તો પછી તેને પુનઃ મુક્ત થવાનું રહેતું નથી, તેથી આ તત્ત્વને જાણનારો મુક્ત થાય છે વિધાન અહીં હાનિ પામે છે. [४४४] एतस्य चोपचारत्वे, मोक्षशास्त्रं वृथाऽखिलम् ।।
अन्यस्य हि विमोक्षार्थे, न कोऽप्यन्यः प्रवर्तते ॥ ६१ ॥ મૂલાર્થ : તે બંધ મોક્ષ જો આત્મામાં ઉપચાર કરશો તો સમગ્ર મોક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા જશે, કારણ કે બીજાની મુક્તિ માટે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતું નથી. - ભાવાર્થ : પુરુષના બંધ મોક્ષ તો ઉપચારથી કહેવાય છે. વસ્તુતઃ બુદ્ધિ બંધાય છે, અને મુકાય છે પણ તેનો ઉપચાર પુરુષમાં કરાય છે. બાકી પુરુષ તો નિત્ય મુક્ત જ છે. એને બંધ મોક્ષ ઘટતા નથી. (કપિલ) હે વિદ્વાન : આમ કહેવાથી મોક્ષનું પ્રતિપાદન વૃથા થશે. [૪૪] પિતાનાં મતે તમા-સ્મયોચિતા તિઃ |
यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ ६२ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને કપિલના મતમાં પ્રીતિ કરવી નહીં. કારણ કે તે મતમાં અનુભવથી સિદ્ધ થયેલા કર્તા અને ભોક્તાનો લોપ કરવામાં આવે છે.
ભાવાર્થ : અનુભવથી સિદ્ધ થયેલું કર્તા ભોક્તાપણું તથા બંધ મોક્ષનો લોપ થયો છે એવા કપિલમતમાં પ્રીતિ કરવી નહીં.
૨૩૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org