________________
મૂલાર્થ : પ્રકૃતિને વિષે ધર્માદિકનો સ્વીકાર કરશો તો પછી બુદ્ધિ કોને કહેશો ? વળી આવા પ્રકારનો ધર્માદિકનો સંબંધ ઘટાદિકને વિષે પણ સુખેથી કહેવા લાયક થશે.
ભાવાર્થ જો પ્રકૃતિને વિષે પૂર્વે કહેલા સત્યાદિ ધર્મનો સ્વીકાર કરશો તો પછી તે ધર્માદિકથી બીજી બુદ્ધિ કોને કહેશો ? વળી જો જડ પ્રકૃતિમાં ધર્માદિ રહી શકતા હોય તો ઘટાદિને વિષે પણ ધર્માદિ કહી શકાશે. જડપણાએ કરીને સમાનપણું થશે. [४४२] कृतिभोगौ च बुद्धे-श्चेद् बन्धो मोक्षश्च नात्मनः ।
તતક્ષાત્માનમુદ્દિશ્ય, વૈશૂટમેઘદુત છે ? | મૂલાર્થઃ વળી જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હોય તો આત્માને બંધ અને મોક્ષ ઘટશે નહીં. અને જો તેમ થશે તો આત્માને જ ઉદ્દેશીને જ કપિલાદિકે કહ્યું છે તે સર્વ વ્યર્થ જશે.
ભાવાર્થ: બુદ્ધિને વિષે કર્તા અને ભોક્તાપણું માનવાથી, બુદ્ધિને તો બંધમોક્ષ છે નહીં, અને આત્માના પણ બંધમોક્ષ ઘટશે નહીં. [४४३] पञ्चविंशतितत्त्वज्ञो, यत्र यत्राश्रमे रतः ।
નદી મુન્ડી શિયી વાપ, મુખ્યત્વે માત્ર સંશવઃ | ૬૦ || મૂલાર્થઃ પચીસ તત્ત્વોને જાણનારો પ્રાણી કોઈ પણ આશ્રયને વિષે આસક્ત થયેલો. જટાધારી મુંડ કે શિખાવાળો હોય તો પણ તે ભવબંધનથી મુક્ત થાય છે.
ભાવાર્થ સાંખ્યમત વિશ્વને ૨૫ તત્ત્વમય માને છે. ૧. પુરુષ = અપરિણામી નિત્ય – ચેતન – અકર્તા નિર્ગુણ. ૨. પ્રકૃતિ = પરિણામી નિત્ય, અવ્યક્ત. ૩. બુદ્ધિ = પ્રકૃતિનો પ્રથમ પરિણામ – મહાનમતિ – સંજ્ઞા.
બુદ્ધિના આઠ ધર્મો છે. ધર્મ-અધર્મ. જ્ઞાન-અજ્ઞાન, વૈરાગ્ય-અવૈરાગ્ય. ઐશ્વર્ય-અનૈશ્વર્ય.
૪. અહંકાર = બુદ્ધિમાંથી ઉત્પન્ન થતું તત્ત્વ. ૫ થી ૨૦ ષોડશગણ, અહંકારમાંથી ઉત્પન્ન થાય છે.
મિથ્યાત્વત્યાગ : ૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org