________________
ભાવાર્થ : જેમ સ્વપ્નમાં વાઘ સર્પાદિનો ભય ભ્રાંતિ છે, છતાં તે મને મારી નાંખશે તેવા મનોવ્યાપારથી પુરુષ ભય પામે છે. તે પ્રમાણે પુરુષપણાના અભિમાન અજ્ઞાનથી થતો વ્યાપાર એ બુદ્ધિનું કાર્ય છે. પ્રપંચનો કર્તા છે. પણ પુરૂષને વિષે તે કર્તાપણાનો આરોપ કરાય છે.
[૪રૂરૂ] તન્માત્રાવિઋમસ્તસ્મા -દ્મપત્ર્યોત્પત્તિòતવે ।
इत्थं बुद्धिर्जगत्कर्त्री, पुरुषो न विकारभाक् ॥ ५० ॥ મૂલાર્થ : તે અહંકારથી તન્માત્રાદિનો અનુક્રમ જગતની ઉત્પત્તિ માટે છે, આ પ્રમાણે બુદ્ધિ જગતનો કર્તા છે, પણ આત્મા વિકારવાળો નથી.
ભાવાર્થ : તે અહંકારથી તન્માત્રાદિકનો, એટલે શબ્દાદિક પાંચ તન્માત્રાઓ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને પાંચ મહાભૂતોનો, અનુક્રમ જગતની સંસારની ઉત્પત્તિને માટે છે, આ પ્રમાણે જગતને રચનારી બુદ્ધિ છે, પણ આત્મા નિર્વિકારી એટલે કર્તાપણું, ભોક્તાપણું વિગેરે વિકારને પામતો નથી.
[૪રૂ૪] પુરુષાર્થોપરાનો ચૌ, વ્યાપારાવેશ વ ચ ।
अत्रांशी वेद्भ्यहं वस्तु, करोमीति च धीस्ततः ॥ ५१ ॥ મૂલાર્થ : આ સર્વ વ્યાપારના આવેશમાં આરંભ કરવામાં પુરુષાર્થ અને ઉપરાગ (પ્રતિબિંબ) એ બે કર્તા છે, તેથી કરીને અંશ જીવાત્મા ‘હું પદાર્થને જાણું છું, તેથી તેને કરું છું, એવી બુદ્ધિ તેને થાય છે.
ભાવાર્થ : બુદ્ધિનો વ્યાપાર કૃતિનો અધ્યવસાય છે, એ સર્વ અધ્યવસાયમાં આત્માનું એકત્વાભિમાન અને પ્રતિબિંબ બે જ કર્તા છે. તેથી જીવાત્માને હું પદાર્થ જાણું છું માટે કરું છું એવા પ્રકારની બુદ્ધિ થાય છે.
[જરૂ] ચેતનોઽહં રોમીતિ, વુદ્ધેમેવાડપ્રહાત્મયઃ । एतन्नाशेऽनवच्छिन्नं, चैतन्यं मोक्ष इष्यते ॥ ५२ ॥ મૂલાર્થ : હું આત્મા આ સર્વ કરું છું. એ પ્રમાણે બુદ્ધિનો
Jain Education International
૨૩૪
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org