________________
ભાવાર્થ : ક્ષણિકવાદથી આત્મહિતને હાનિ કરનાર બ્રાંતિ પેદા થવા સંભવ છે, માટે નિત્ય, સત, ચિત્ આનંદરૂપ આત્માને આરાધવો અને ક્ષણિકવાદીનાં દર્શનનો ત્યાગ કરવો. [૪૨૬] ૨ , ના મોવતાત્મા, પિતાનાં તુ રને |
जन्मधर्माश्रयो नायं, प्रकृतिः परिणामिनी ॥ ४५ ॥ મૂલાઈ : એકાંત નિત્યના સાંખ્યમત કપિલના દર્શનમાં તો આત્મા કર્તા તેમજ ભોક્તા નથી. વળી આ આત્માને માયાના ધર્મનો આશ્રય નથી. પરંતુ જે તેનો આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ
ભાવાર્થ : સાંખ્યમત માન્યતા : સાંખ્યો આત્માને પુરુષ પદથી સંબોધે છે, અને તે પુરુષને કર્મનો કર્તા કે ભોક્તા માનતા નથી. પુરુષ સર્વથા કમળની જેમ નિર્લેપ છે. છતાં સંસારમાં રહ્યો છે, તે વિકારવાળી પ્રકૃતિ છે, આ આત્મા માયાએ ઉત્પન્ન કરેલા અહંકારાદિનો આધાર નથી. દોષ પ્રકૃતિનો છે. આ પ્રકૃતિ પુરુષથી ભિન્ન છે, તે જડ પ્રકૃતિનું પ્રતિબિંબ પડવાથી પુરુષને ભ્રમ પેદા થયો છે કે હું જે પ્રકૃતિ છું. એ ભ્રમ ભાંગી જાય ત્યારે પુરુષ અને પ્રકૃતિ ભિન્ન થઈ જાય છે.
જ્ઞાનાદિ ધર્મો પણ પ્રકૃતિના છે, તે પરિણમનસહિત છે. પુરુષ પરિણામી નથી, તેમ માનવામાં આવે તો પુરુષ અનિત્ય થઈ જાય. તેથી પુરુષ સર્વથા અપરિણામી છે, તેમ માને છે. [૪૨] પ્રથમઃ પરિણામોડયા, વૃદ્ધિઈનાન્વિતી !
તતોડફરતભા-જિયપૂતોય ૪૬ . મૂલાર્થ : ધર્માદિક આઠ વડે યુક્ત એવી બુદ્ધિ એ પ્રકૃતિનો પ્રથમ પરિણામ છે. તે બુદ્ધિ થકી અનુક્રમે, અહંકાર, તન્માત્રા, ઇન્દ્રિયો અને મહાભૂતોથી ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ પ્રકૃતિનો પ્રથમ પરિણામ તે બુદ્ધિના આઠ ધર્મો છે. તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અધર્મ, સાત્વિક, ઇતર, તામસ છે. એના વડે યુક્ત એવી બુદ્ધિનો (મહતત્ત્વ) એ પ્રથમ વિકાર
૨૩૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org