________________
છે અને ક્ષણિકતાનું દર્શન કરવાથી તે રાગની નિવૃત્તિ થવા રૂપ મહાન ગુણ પ્રાપ્ત થાય છે. પણ આ વાત બરોબર નથી. આત્મામાં નિત્યતા માનીએ તોપણ તેની ઉપર પ્રેમ (અપ્રશસ્ત મમત્વ) સંભવી શકતો નથી બલ્બ અંકલેશનો અભાવ થતાં ઉત્પન્ન થતી વૈરાગ્યની ભાવનાથી (અનુપપ્લવથી) એ પ્રેમ દૂર થઈ જાય છે.
એવો કોઈ નિયમ નથી કે એક વાર આવેલી વસ્તુ પાછી જઈ શકે જ નહિ. તમે તમારી જ વાત કરો ને ? તમે જ્ઞાનસત્તતિ (જ્ઞાનપદની જ્ઞાનસત્તતિમાં લક્ષણા કરવી)માં જુદા જુદા વિષયોના આકાર ગ્રાહ્ય બને છે તેમ માનો છો ને ? અને તે ગ્રાહ્યાકારો નિવૃત્ત થઈ જ જાય છે ને ? તો જેમ જ્ઞાનસત્તતિમાં આવતા ગ્રાહ્મવિષયોના આકારો નિવૃત્ત થાય છે તેમ ધ્રુવ આત્મામાંથી પ્રેમ પણ નિવૃત્ત થઈ જ શકે છે. એટલે “આ ક્ષણિકવાદમાં તો પ્રેમનિવૃત્તિનો ગુણ છે તે વાત બિલકુલ બરોબર નથી. [૪ર૬] પ્રત્યુતનામાવે દિ, સ્વતઃ ક્ષણનનુર્તિયા !
હૈત્વનાદિરતઃ સર્વ ક્રિયાવિના ભવેત્ | કરૂ મૂલાર્થ : ઊલટું અનિત્યપણું માનવાથી સ્વભાવે કરીને જ ક્ષણિક જન્મની બુદ્ધિવડે હેતુક્રિયાના ફળ ઉપર અનાદર થશે. અને તેથી સર્વ ક્રિયા નિષ્ફળ જશે.
ભાવાર્થ ? આત્માને અનિત્ય જ માનવાથી ઘણા દોષો ઉત્પન્ન થશે. આત્મા દરેક ક્ષણે મરતો જ હોય છે. માટે અન્યને મારનારને દોષ નહિ આવે. શુભાશુભ કર્મના ફળ પણ નહિ હોય, અને તેથી ધર્મક્રિયા કરવાની જરૂર નહિ રહે. પછી માનવને માનવ તરીકે જીવવાનું પણ પ્રયોજન નહીં રહે. અર્થાત્ માનવજન્મ પણ નિરર્થક ઠરશે. [૪ર૭] તમામ ત્યાખ્ય-નિત્યસ્વસ્થ રર્શનમ્ |
नित्यसत्यचिदानन्द-पदसंसर्गमिच्छता ॥ ४४ ॥ મૂલાર્થ ઃ તેથી કરીને નિત્ય સત્, ચિત્ અને આનંદરૂપ સ્થાનના સંસર્ગને ઈચ્છતા આ ક્ષણિકવાદીનું દર્શન ત્યજવા યોગ્ય છે.
મિથ્યાત્વત્યાગ : ૨૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org