________________
માનવાથી સ્યાદ્વાદના સ્થાપનવડે નિત્ય આત્માને વિષે અર્થક્રિયાનો વિરોધ નથી.
ભાવાર્થ : પૂર્વે તમે બૌદ્ધોએ કહ્યું હતું કે નિત્યાત્મવાદમાં અર્થક્રિયા ઘટી શકે જ નહિ' પણ એ વાત બરોબર નથી, સ્યાદ્વાદનો આશ્રય લેવાથી અમે એમ કહી શકીએ છીએ કે અનેક કાર્યો કરવાનો જ ( માત્ર) આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવો એવા છે કે તે અનેક કાર્યો (ક્રમથી) કરે જ, આમ હવે નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યજનકત્વ)નો વિરોધ રહેતો નથી.
[૪૨૪] નીનાવાવષ્યતવુમેન-શવતય: સુવાઃ થમ્ |
परेणापि हि नानेकरदभावोपगमं विना ॥ ४१ ॥
મૂલાર્થ : અનેક સ્વભાવનો સ્વીકાર કર્યા વિના બૌદ્ધ પણ નીલાદિક (કાળું વિગેરે)ને વિષે અતભેદની શક્તિઓ શી રીતે કહી શકશે ?
ભાવાર્થ : વળી અમે નિત્યાત્મવાદી તમને બૌદ્ધોને પૂછીએ છીએ કે જો એકમાં અનેક સ્વભાવનો સ્વીકાર નહિ કરો તો તમને જ આપત્તિ આવશે. નીલમાં-નીલથી ભિન્ન જે પીતાદિ (ત ્=નીલ, અતદ્=પીતાદિ) છે, તે અનેક પીતાદિના અનેક ભેદ નીલમાં છે. આ અનેક ભેદશક્તિઓ (સ્વભાવો) નીલમાં શી રીતે તમે સ્પષ્ટ કહી શકશો ? માટે જ એકમાં અનેક સ્વભાવો તમારે પણ માનવા જ જોઈએ.
[૪૨] ધ્રુવેક્ષળેઽપિ ન પ્રેમ, નિવૃત્તમનુપવામ્।
ग्राह्याकार इव ज्ञाने, गुणस्तत्रात्र दर्शने ॥ ४२ ॥
મૂલાર્થ : આત્માનું નિત્ય ઈક્ષણ કરવાથી પણ અનુપદ્રવને લીધે સર્વજ્ઞે પ્રેમનો નિષેધ કર્યો નથી. તેથી આ બૌદ્ધદર્શન ને વિષે ગ્રાહ આકારની જેમ તેના જ્ઞાનમાં કાંઈ પણ ગુણ નથી.
ભાવાર્થ : તમે બૌદ્ધોએ કહ્યું કે, ‘આત્મામાં ધ્રુવતાનું દર્શન (નિત્યતાનું દર્શન) કરવાથી તો તેની ઉપર રાગ (મમત્વ) થાય
Jain Education International
૨૩૦ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org