________________
ભાવાર્થ વળી આત્મા એવું અવધારણ કરે છે કે, “જે હું ગઈ કાલનો અનુભવનાર હતો તે જ હું, આજે તે વસ્તુનું સ્મરણ કરનારો છું.” અહીં ગઈ કાલના અને આજના આત્મામાં એકતા (અભેદોનો જે નિશ્ચય થાય છે તે જ બતાવે છે કે આત્મા પ્રતિપળ વિનાશી (ક્ષણિક) ન જ હોઈ શકે. જો તેમ હોય તો અનુભવનાર અને સ્મરણ કરનાર બે એક જ છે તેવું અવધારણ થઈ શકે જ નહિ. [૪૨] નામિનિષથવાથી યત, ડિપિ ચર્થતા .
नानाज्ञानान्वये तद्वत्, स्थिरे नानाक्षणान्वये ॥ ३९ ॥ મૂલાર્થ: આ ચિરકાળ સ્થાયી એક આત્માને વિષે વિષયનો બાધ આવતો નથી. કારણ કે જેમ તમારા મનમાં ક્ષણિક આત્માને વિષે પણ નાના પ્રકારના જ્ઞાનનો સંબંધ કરવામાં એકતારૂપ દોષ આવતો નથી, તેમ સ્થિર આત્માને વિષે નાના પ્રકારના (ઘણા) ક્ષણોનો સંબંધ કરવામાં પણ કોઈ દોષ આવતો નથી.
ભાવાર્થ : બૌદ્ધ : તમે કહ્યું કે આત્મામાં એકતાનું પ્રત્યભિજ્ઞાન થાય છે માટે આત્મામાં ક્ષણિકત્વ સંભવી શકે નહિ. પણ અમે તમને કહીશું કે આત્મામાં એકતાના વિષયનો જ બાધ છે પછી શા માટે ક્ષણિકત્વ ન સંભવે ?
. નહિ, આત્મામાં એકતાના વિષયનો બાધ (અસંભવ) નથી જ, કેમ કે જેમ તમારા મતે જ્ઞાન ક્ષણિક હોવા છતાં એ અનેક જ્ઞાનોની સંતતિમાં (અન્વયમાં) જેમ એકતાનું ભાન બાધિત નથી તેમ સ્થિરાત્મવાદમાં પણ અનેક જ્ઞાનોના લક્ષણોના) અન્વય (સંબંધ)વાળા સ્થિર એવા આત્મામાં એકતા કેમ ન ઘટી શકે? રે ! સુતરાં ઘટી શકે. આમ જ્યારે આત્મામાં એકતાનું પ્રત્યભિજ્ઞાન સિદ્ધ થયું એટલે હવે ત્યાં ક્ષણિકત્વ સંભવી શકતું નથી. [૪૨] નાના કાર્ચેવચરણ-સ્વામી ર વિરુદ્ધ તે |
स्याद्वादसन्निवेशेन, नित्यत्वेऽर्थक्रिया न हि ॥ ४० ॥ મૂલાર્થ : નાના પ્રકારનાં કાર્યોની એકતા કરવાનો સ્વભાવ
મિથ્યાત્વત્યાગ : ૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org