________________
જેમ ધૂમ, બીજ વિગેરે કારણમાં તેમણે વૈજાત્ય માન્યું છે તેમ વહ્નિ, અંકુર વગેરે કાર્યમાં પણ તેમણે વૈજાત્ય માનવું જ પડશે. કેમકે વિજાતીય ધૂમાદિથી ગમે તે અગ્નિ (અગ્નિ સામાન્ય) ઉત્પન્ન થાય. ટૂંકમાં, કારણવિશેષથી કાર્યવિશેષ જ ઉત્પન્ન થાય (કાર્યસામાન્ય નહિ) એમ માનવું જ પડશે. આમ કારણવિશેષથી કાર્યવિશેષનું જ અનુમાન થાય એ વાત નક્કી થઈ.
એટલે કારણસામાન્યથી કાર્યસામાન્યના અનુમાનનો તો ઉચ્છેદ જ થઈ ગયો. તો હવે પ્રશ્ન થાય છે કે ક્ષણિકત્વની સિદ્ધિ શી રીતે કરવી ? “યત્ સત્ તત્ ક્ષણિક'નું એ અનુમાન સામાન્ય તો હવે તેમનાથી થાય તેમ નથી. આમ જે વૈજાત્યને માન્યા વિના (ન તૈનાત્યં વિના) પદાર્થમાં ક્ષણિકત્વ (તા) મનાય તેમ નથી તે જ વૈજાત્યને માનવા જતાં (તમન) અનુમાનોચ્છેદ (નાનુમાં મત) થઈ ગયો. એટલે હવે અનુમાનસામાન્ય વિના ક્ષણિકત્વનું પદાર્થમાં અનુમાન પણ નહિ થાય. (વિના તેને ન તત્સદ્ધિઃ)
બૌદ્ધ : ભલે અનુમાનથી પદાર્થમાં ક્ષણિકત્વની સિદ્ધિ ન થાય પરંતુ નિર્વિકલ્પ પ્રત્યક્ષથી તો ક્ષણિકત્વની સિદ્ધિ થઈ શકે છે ને? નિર્વિકલ્પક પ્રત્યક્ષને તો અમે પ્રમાણભૂત માનીએ છીએ.
નૈયાયિક : નહિ. વિકલ્પ (નિશ્ચય) વિના તો નિર્વિકલ્પક (અધ્યક્ષ=પ્રત્યક્ષ) પ્રમાણભૂત બની શકે જ નહિ અને ક્ષણિકત્વનો વિકલ્પ નિશ્ચય) તો થતો જ નથી.
માટે નિર્વિકલ્પક પ્રત્યક્ષથી પદાર્થમાં ક્ષણિકત્વ સિદ્ધિ થઈ શકતી નથી. અનુમાનથી પણ પદાર્થમાં ક્ષણિકત્વ સિદ્ધિ થઈ શકતી નથી એટલે તમારો એકાંત ક્ષણિકવાદ મિથ્યા કરે છે. [૪ર૭] છતા મિજ્ઞાન, ક્ષત્રેિ ૨ વાદ્યતે
વોડડમન્નમવું તો શું, આરામીત્યવહારગત છે રૂડ II મૂલાર્થ : એકપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાનો બાધ કરે છે. કારણ કે જે મેં પ્રથમ અનુભવ્યું હતું, તે હું તેને સંભારું છું એવો નિશ્ચય થાય છે.
૨૨૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org