________________
નૈયાયિક : પરણિ, સલિલ, સૂર્યકિરણ વગેરે સહકારી કારણો ખેતરમાં મળ્યાં તે કારણો કોઠારમાં હાજર ન હતો માટે ખેતરમાં તે બીજ પડ્યા પછી જ તેમાંથી અંકુર ફૂટ્યા. કોઠારમાં નહિ.
બૌદ્ધ : જો કોઠારનું બીજ અને ખેતીનું બીજ એક જ હોય તો તે બીજ ખેતરમાં ગયા પછી જ કેમ અંકુર કાર્ય ઉત્પન્ન કરે ? જો તેનામાં અંકુર ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય તો પહેલેથી જ કોઠારમાં તે બીજ હતું ત્યારે જ અંકુર કેમ ઉત્પન્ન ન કરે? માટે માનવું જોઈએ કે બીજ સ્થિર (એક) નથી. કોઠારનું જે બીજ છે એ જ બીજ ખેતરમાં નથી, કિન્તુ બે ય બીજ તદ્દન જુદાં છે. બેયમાં એકતાનું જે જ્ઞાન થાય છે તે ભ્રમ છે.
પદાર્થ માત્ર ક્ષણિક છે. તે પહેલી ક્ષણે ઉત્પન્ન થઈને બીજી ક્ષણે સંપૂર્ણ નાશ પામી જાય છે.
નિયાયિક ઃ જો આમ જ હોય તો હવે તમે જ કહો કે કોઠારમાં રહેલા ક્ષણિક બીજમાંથી અંકુર કાર્ય કેમ ન થયું? અમે તો કહીશું કે ત્યાં ધરણિ, સલિલસંયોગાદિ સહકારી કારણોનો અભાવ હતો.
બૌદ્ધ : કોઠારના બીજમાં કુર્ઘદ્રુપ નામનો અતિશય (વૈજાન્ય) ન હતો તેથી તેમાંથી અંકુરકાર્ય ન થયું. ખેતરના બીજમાં તે અતિશય હતો માટે તેમાંથી અંકુરકાર્ય થયું.
આની સામે નૈયાયિકો કહે છે કે જો બૌદ્ધો આ વૈજાન્ય (અતિશયવિશેષ)ને ન માને તો તેમણે વસ્તુને સ્થિર માનવી જ પડે અને સહકારીના અભાવે જ કોઠારના બીજથી અંકુરકાર્ય ન થયું એમ સ્વીકારવું જ પડે. પણ તેઓ તો વસ્તુમાત્રને ક્ષણિક માનવા તૈયાર થયા છે એટલે પૂર્વોક્ત આપત્તિ દૂર કરવા વસ્તુમાં વજાત્ય માન્યા વિના છૂટકો જ નથી.
પણ આથી જ તેઓ ભારે મુસીબતમાં મુકાય છે. વૈજાત્યને માનીને વસ્તુમાત્રમાં ક્ષણિકત્વ સિદ્ધ કરવા ગયા પણ વૈજાત્યને માનવાથી જ ક્ષણિકત્વ સિદ્ધ થઈ શકતું નથી. તે આ રીતે
મિથ્યાત્વત્યાગ : ૨૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org