________________
નિત્યપણાના મતની હાનિ થશે. અક્રમ એટલે ક્ષણસ્થાયીપણું અર્થાતુ
એક જ ક્ષણમાં સર્વ સ્થિતિ વિગેરે ક્રિયાની ઉત્પત્તિ અને અનુભવ થશે. તો આત્મા જ અસત્ થશે, અને તેમાં તો અમે જે (આગમ) પર્યાયપણું કહ્યું છે તે સિદ્ધ થશે.
આત્મા દેહથી સ્વતંત્ર પદાર્થ છે તે અમે અવશ્ય માનીએ છીએ પરંતુ તે આત્માને નિત્ય માનતા નથી. આત્મા તો જ્ઞાનક્ષણાવલિ સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન ક્ષણ (પદાર્થ)ની ધારા (સંતાન) સ્વરૂપ આત્મા છે. જે ક્ષણે આ આત્મા ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેની સ્થિતિ છે. બીજી ક્ષણે તો તેનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. આમ પ્રતિક્ષણ નવું નવું જ્ઞાન ઉત્પન્ન થતું રહે છે. આવી જે જ્ઞાનક્ષણોની ધારા તે જ આત્મા છે.
આત્માને નિત્ય માનનારાઓને અમે બૌદ્ધો પૂછીએ છીએ કે, કહો તમારો નિત્ય આત્મા જે કાર્ય (અર્થક્રિયા) કરે છે તે ક્રમથી કરે છે કે યુગપતુ (અક્રમથી) ? જો તમે કહેશો કે ક્રમથી કાર્ય કરે છે તો તો એમ જ થયું ને કે પહેલી ક્ષણે તેનો અમુક કાર્ય કરવાનો જે સ્વભાવ હતો તે નષ્ટ થયો અને બીજી ક્ષણે બીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. તે પણ પછી નષ્ટ થયો અને ત્રીજી ક્ષણે ત્રીજું કાર્ય કરવાનો સ્વભાવ ઉત્પન્ન થયો. હવે જો આ રીતે પ્રતિપળ સ્વભાવની હાનિ થયા કરે તો આત્મા આપોઆપ ક્ષણિક જ સિદ્ધ થઈ જાય છે. સ્વભાવ-નાશ એટલે આત્માનો જ નાશ છે. કેમકે સ્વભાવ વિના વસ્તુનો સદ્ભાવ હોઈ શકતો નથી અને જો નિત્ય આત્મા યુગપતું કાર્ય કરે જ છે એમ તમે કહો, તો તો પહેલી જ ક્ષણે એક સાથે પૂર્વોક્ત કશા ય ક્રમ વિના-આગળની બધી ક્ષણોના-કાર્ય (અર્થક્રિયા) ત્યાં જ થઈ જવાની આપત્તિ આવે.
આમ ક્રમથી કે અક્રમથી પણ નિત્યાત્મામાં અર્થક્રિયાકારિત્વ (કાર્યકારિત્વ) ઘટતું જ નથી. માટે જ આત્માને ક્ષણિક માનવો જોઈએ.
૨૨૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org