________________
પણ ગધેડાને નથી ગાયને શિંગડાં છે. અર્થાત્ ગધેડાના મસ્તકનો અને શિંગડાંનો નિષેધ નથી.
સામાન્ય : સમાનભાવનો નિષેધ થઈ શકે છે. બીજો ચંદ્ર નથી” અર્થાત “એક ચંદ્ર' સિવાય બીજાનો નિષેધ છે, પરંતુ ચંદ્રની વિદ્યમાનતા છે.
વિશેષ : વિશેષનો નિષેધ. જેમ કે “ઘડા જેવડા મોતી હોતા નથી પણ ઘડા અને મોતીનો નિષેધ નથી. મોતી ઘડા જેવા મોટા નથી તેમ અભિપ્રેત છે. તે પ્રમાણે આત્મા ઇન્દ્રિય ગ્રાહ્ય નથી પણ ઉપયોગથી અનુભવરૂપ છે, તેમાં આત્માનો નિષેધ નથી, તેમ કહેવામાં આત્મા ગ્રાહ્ય થાય છે. [४१२] शुद्धं व्युत्पत्तिमजीवपदं सार्थं घटादिवत् ।
તર્થક્ષ શરીર નો પર્યાયમેવતઃ || ૨૦ || મૂલાઈ ઃ ઘટાદિક શબ્દની જેમ જીવ એવું પદ શુદ્ધ છે. અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે. તે જીવ શબ્દનો અર્થ શરીર થતો નથી. કેમ કે તેના પર્યાય શબ્દમાં નથી.
ભાવાર્થ : વ્યાકરણના નિયમ પ્રમાણે ઘટ પદ જેમ શુદ્ધ છે તેમ જીવ પદ શુદ્ધ છે, વ્યુત્પત્તિવાળા પદનો અર્થ જગતમાં અવશ્ય હોય છે. તેમ જીવ શબ્દ પણ વ્યુત્પત્તિવાળો છે. જે જીવ્યો, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય છે, તે તેની વ્યુત્પત્તિ છે, તેથી જીવ પદ સાર્થક છે, પોતાના અર્થનો બોધ કરનાર છે, વળી તેનો પ્રતિપક્ષ શબ્દ અજીવ પણ છે.
જે ક્ષીણ થાય તેનું નામ શરીર છે. તન, કાયા, દેહ તેના પર્યાયો છે, જીવ શબ્દના જંતુ, જન્ય, શરીરી, તનુમાન, ચૈતન્ય વિગેરે વાચક શબ્દો છે. આથી જીવનો અર્થ શરીર થતો નથી. [४१३] आत्मव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् ।
__ पापाः किलैतदालापाः सद्व्यापार विरोधिनः ॥ ३० ॥
મૂલાર્થ ? આ પ્રમાણે આત્માની સિદ્ધિ થાય છે. માટે ચાર્વાકનું દર્શન-મત ત્યજવા યોગ્ય છે, કારણ કે તેના આલાપો – અપલાપ
૨૨૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org