________________
ભાવાર્થ : જેમ દૂર દેખાતું સ્થાણું (વૃક્ષનું પૂંઠું) છે કે પુરુષ એમ સંશય થવામાં પુરુષની સિદ્ધિ થાય છે, તેમ આત્મા છે કે નહિ તેવો સંશય જ આત્માને સિદ્ધ કરે છે. ગધેડો અને શિંગડાં, આકાશ અને પુષ્પ, વંધ્યા-સ્ત્રી અને પુત્ર, વગેરે સંશય થાય છે તે પદાર્થની વિદ્યમાનતા બતાવે છે. ભલે ગધેડાને શિંગડા નથી કે આકાશને વિષે પુષ્ય નથી. પણ તે પદાર્થ અન્યત્ર છે, તેથી જ્યાં જે પદાર્થ નથી ત્યાં શંકા થાય છે. તેનો અર્થ એ છે કે વસ્તુ વિદ્યમાન હોય તો જ સંશય થાય છે. [४१०] अजीव इति शब्दश्च जीवसत्तानियन्त्रितः ।
મસતો ન નિષેધ થતું સંયોતિનિઘનાતું કે ૨૭ . મૂલાર્થ : અજીવ એવો શબ્દ જીવના વિદ્યમાનપણાનો નિયમ કરે છે. કારણ કે છતા પદાર્થના સંયોગાદિકનો જ નિષેધ કરાય છે. અછતા પદાર્થોનો નિષેધ હોતો નથી.
ભાવાર્થ : પદાર્થનો નિષેધ પણ સાપેક્ષ છે. કોઈ વસ્તુનું અસ્તિત્વ અન્ય વસ્તુની નાસ્તિથી પણ સિદ્ધ થાય છે. જો વિશ્વમાં અજીવ છે તો તેનો પ્રતિપક્ષ જીવે છે. વળી અવિદ્યમાનપણાનો નિષેધ થઈ શકતો નથી. જેમ વંધ્યાને પુત્ર નથી પણ કોઈ અન્ય સ્ત્રીને પુત્ર છે. તેમ નિષેધથી પણ તત્ત્વની સિદ્ધિ થાય છે. [४११] संयोगः समवायश्च सामान्यं च विशिष्टता ।
निषिद्धयते पदार्थानां त एव न तु सर्वथा ॥ २८ ॥ મૂલાર્થ : પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષનો જ નિષેધ કરાય છે પણ સર્વથા પદાર્થોનો નિષેધ કરાતો નથી.
ભાવાર્થ : વસ્તુનો સર્વથા નિષેધ થતો નથી. પરંતુ સંયોગાદિની અપેક્ષાએ નિષેધ કહ્યો છે.
સંયોગ : “દેવદત્ત ઘેર નથી તેમાં ઘર સાથેનો દેવદત્તના સંયોગનો નિષેધ છે. દેવદત્ત અન્યત્ર છે. અહીં દેવદત્તનો નિષેધ નથી.
સમવાય ? ગધેડાને શિંગડાં નથી ત્યાં શિંગડાંનો નિષેધ નથી
મિથ્યાત્વત્યાગ : ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org