________________
આત્મા જણાય છે. તે આગમના વક્તા સર્વજ્ઞ છે, તે નિર્દોષ ભગવાને આત્માને જોયો છે.
ભાવાર્થ : આગમના વક્તા સર્વ પદાર્થના જાણકાર સર્વજ્ઞ છે, તે વિશ્વ પ્રત્યે નિસ્પૃહભાવવાળા છે. દુષ્ટ અર્થ એટલે પ્રત્યક્ષ સર્વ પ્રમાણથી પ્રાપ્ત અર્થ. ઈષ્ટ અર્થ એટલે આગમાદિથી અનુમાન પ્રમાણ. આ બંને પ્રમાણથી વિરોધ રહિત આત્મા જણાય છે. વળી હાથને વિષે જેમ મુક્તાફળ જોઈ શકાય છે તેમ આગમકર્તા સર્વશે. આત્માને પ્રત્યક્ષ જોયો છે. તેમાં જગતના જીવો સંસારી અને સિદ્ધ બે પ્રકારે છે. તેમાં સંસારી જીવના અનેક ભેદ છે. [४०८] अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः ।।
परवञ्चनहेतोः कः स्वात्मानमवसादयेत् ॥ २५ ॥ મૂલાર્થ : ભ્રાંતિ રહિત મનુષ્યોની પરલોક સંબંધી પ્રવૃત્તિઓ નિષ્ફળ થતી નથી. પરના બંધનને કારણે ક્યો પુરુષ પોતાના આત્માને વિષાદમાં નાંખે ?
ભાવાર્થ : હે ભદ્ર ! અજ્ઞાન, મોહ અને સંશય રહિત, આગમવડે આત્મા સિદ્ધ કરનાર વ્રતાદિ, દાનાદિના શુભ અનુષ્ઠાનો સાર્થક થાય છે. વળી મોક્ષાદિકને વિષે કરેલી પ્રવૃત્તિઓ પણ સાર્થક થાય છે. ગુરુ આજ્ઞાએ કરેલી પ્રવૃત્તિઓ પણ સ્વર્ગાદિકને આપે છે. અર્થાત્ ફળનું વિદ્યમાનપણું પ્રગટ છે.
જો ચાર્વાક કહેતા હોય કે આ સર્વ પ્રતિપાદન ધૂર્તનું છે તો જ્ઞાની એવા જિન શા માટે એવું ધૂર્તપણું કરીને પોતાનું અનિષ્ટ કરે ? [૪૦] સિદ્ધિ સ્થાવવિદ્ વ્યતા, સંશયવ ત્મિનઃ |
રસી વિષાણાકી, ચસ્તાર્થવિષયઃ પુનઃ | ૨૬ // સંશયથી પણ સિદ્ધ થાય છે.
મૂલાર્થ ઃ સ્થાણું વિગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી સંશય ખરશંગ વિગેરેમાં ભિન્ન ભિન્ન અર્થમાં હોય છે.
૨૧૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org