________________
કાર્ય સિદ્ધ થાય છે. ચેતન ચેતનરૂપે પરિણમે છે. જડ જડરૂપે પરિણમે છે. બંનેના સંયોગની ક્રિયાને તું દેહની ક્રિયા માને છે, તે અજ્ઞાન છે. [४०५] मद्यातेभ्यो मदव्यक्ति-रपि नो मेलकं विना ।
ज्ञानव्यक्तिस्तथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥ २२ ॥ મૂલાર્થ ઃ મઘનાં અંગો થકી મદની સ્પષ્ટતા પણ મેલક (પુરુષ) વિના થઈ શકતી નથી, તે જ પ્રમાણે જ્ઞાનની સ્પષ્ટતા જાણવી. નહીં તો તે જ્ઞાનની સ્પષ્ટતા સર્વદા થવી જોઈએ.
ભાવાર્થ ઃ મદિરાને ઉત્પન્ન કરનારાં સાધનો (અંગો) ગોળ, આટો વગેરેનું મિશ્રણ કરનાર પુરુષ વગર તે કાર્ય થઈ શકતું નથી. તે પ્રમાણે જ્ઞાનની વ્યકિત દેહને વિષે રહેલા આત્મા વગર થઈ શકતી નથી. અર્થાત્ કેવળ ગોળ, આટાથી પુરુષની હાજરી વગર મદિરા થઈ શકતો નથી તેમ દેહની પ્રવૃત્તિ પણ જીવની ફુરણા (વ્યાપાર) વિના થઈ શકતી નથી. [४०६] राजरङ्का दिवैचित्र्य - मप्यात्मकृतकर्मजम् ।
સુવહુ વારિવિત્તિ-વિશેપો નાના મવેત | ૨૩ : મૂલાર્થ : રાજા રંક વિગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્મથી જ ઉત્પન્ન થાય છે. નહીં તો સુખદુઃખાદિનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહિ.
ભાવાર્થ : આ વિશ્વમાં રાય અને રક, રોગી અને નીરોગી જેવા વિચિત્ર ભેદ જણાય છે તે જીવે કરેલા શુભાશુભ વ્યાપારનું પરિણામ છે. સહેતુ છે. જો કર્મ જેવું નિમિત્ત માનવામાં ન આવે તો આવી વિચિત્રતા ઘટતી નથી, પણ સર્વે પ્રાણીમાં સમાનપણું જણાવું જોઈએ. અરે પાષાણાદિક પણ સચેતન છે, તે પૃથ્વીકાય જીવોના શરીર છે. તેમની વિચિત્રતા પણ કર્મજન્ય છે. [૪૭] સામાન્ય વાત્મા, દેરાથવિરોધનઃ |
तद्वक्ता सर्वविज्वैनं दृष्टवान्वीतकश्मलः ॥ २४ ॥ મૂલાઈ : દષ્ટ અને ઇષ્ટ અર્થના વિરોધ રહિત આગમ થકી
મિથ્યાત્વત્યાગ : ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org