________________
મૂલાર્થ : કારણ થકી કે કાર્યને વિષે વાસનાના સંક્રમ થકી સ્મૃતિ થવામાં કંઈ દોષ નથી, એમ તું કહેતો હોય તો, તો તેમ નથી. કેમ કે માતાના અનુભવનો ગર્ભમાં રહેલા બાળકને વિષે સંક્રમ થવાથી તે બાળકને પણ તે સ્મરણનો અનુભવ થશે.
ભાવાર્થ : ચાર્વાકમત : કારણ-નિમિત્ત ચૈતન્યની ઉત્પત્તિના કારણ પંચમહાભૂત, અને કાર્ય તે દેહ, તેમાંથી ઉત્પન્ન થયેલો આત્મા.
તું માને છે કે અંગોના નાશ થવા છતાં અનુભવના સં મને લીધે પદાર્થોનું દેહસ્વરૂપ આત્માને (દેહને) સ્મરણ થાય છે, જો એમ માનવામાં આવે તો માતાના દેહના સંબંધવાળા ગર્ભના દેહમાં પણ માતાના શરીરના અનુભવનો બાળકમાં સંક્રમ થશે. પણ તે પ્રકારે થતું નથી. માટે અનુભવ કરનાર આત્મા જુદો છે. કેવળ દેહથી ઉત્પન્ન ચૈતન્યને વિષે વાસનાના સંક્રમથી સ્મૃતિ રહે છે તેમ માને તો તે અસત્ય છે. જડથી ચેતનથી ઉત્પત્તિ થાય કે ચેતનથી જડ ઊપજે છે. એવું ક્યારેય બનતું નથી. ચેતન ચેતનરૂપે જ પરિણમે છે.
[૪૦૪] નોપાવાનાનુપાવેય-વાસના, સ્વૈર્વવર્શને । करादेरतथात्वेनायोग्यत्वाप्तेस्थितौ ॥ २१ ॥
મૂલાર્થ : હસ્તાદિનું અતથાપણું (ઉપાદાનરહિત) હોવાથી તથા પરમાણુની સ્થિતિને વિષે અયોગ્યપણાની પ્રાપ્તિ હોવાથી ઉપાદાન કારણ થકી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થઈ શકશે નહીં.
ભાવાર્થ : જો અચેતનના સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનના કારણથી પૂર્વે કહી તે જ્ઞાન સ્વભાવવાળી વાસના અને સ્થિરતાની બુદ્ધિ થશે તો હસ્તાદિકમાં સ્મૃતિ છે તેમ માનવું પડશે. કારણ કે તે ભૂત સમુદાય છે. અચેતનવાળા પરમાણુઓ હસ્તાદિકને ઉત્પન્ન કરી શકશે નહીં. માટે ચૈતન્ય દેહથી ઉત્પન્ન થતું નથી તે સિદ્ધ થાય છે. આથી શરીરનું કાર્ય એ આત્મા એમ કહી શકાશે નહીં. અચેતન ચૈતન્યનું ઉપાદાન થઈ શકતું નથી. કારણને અનુરૂપ
Jain Education International
૨૧૬ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org