________________
ત્યાગ કરવા જેવો નથી. અને પરલોકના સુખની સ્પૃહા કરવા જેવી નથી. [३९९] तदेतद्दर्शनं मिथ्या, जीवः प्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां, प्रत्यक्षाणामभेदतः ॥ १६ ॥
ચાવકને સિદ્ધાંતિનો પ્રત્યુત્તર મૂલાર્થ: ચાર્વાકનું આ દર્શન મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ સંશયાદિક ગુણોના અભેદને લીધે જીવ પ્રત્યક્ષ જ છે.
ભાવાર્થ: ચાર્વાકનું દર્શન મિથ્યા છે. જ્ઞાનાદિક ગુણે કરીને આત્મા પ્રત્યક્ષ છે. વળી ગુણ ગુણીની ભિન્નતા નથી, તે જેવી ભિન્નતા દેહાદિ સાથે છે. જ્ઞાન જીવને વિષે હોય છે, અજીવમાં જ્ઞાન કે વેદન હોતું નથી. અહંકારાદિ ભાવ પણ અજીવમાં હોતા નથી. એમ ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ સ્વયં પ્રસિદ્ધિ પામે છે. [४००] न चाहम्प्रत्यपादीनां शरीरस्यैव धर्मता ।
નેત્રાવિહિતિ પર્નિયતિ રવારિવત / 9૭ મૂલાર્થ : અહંકાર વગેરેની જે પ્રતીતિ થવી તે શરીરનો ધર્મ નથી. કેમકે તેમ હોય તો લઘુ ગુરુપણાની જેમ નેત્રાદિક ઇન્દ્રિયોથી ગ્રાહ્યતાની આપત્તિ અવશ્ય થવી જોઈએ.
ભાવાર્થ : હે અજ્ઞ ! અહંકાર તે શરીરનો ધર્મ નથી. શરીર સ્વભાવે અજીવ છે, તેમાં અહંકારાદિ સંભવે નહિ, જીવમાં અજ્ઞાનવશ અહંકારાદિ જે પરિણામ ઊપજે છે તેનો દેહ પર આરોપ કરવામાં આવે છે, જીવના ભાવને વ્યક્ત થવાનું સાધન માત્ર દેહ છે. પરંતુ દેહને અહંકારાદિ ભાવ નથી. જો અહંકારાદિ શરીરના હોય તો કૃશ દેહમાં જ્ઞાનની વિશેષતા, સ્કુલ દેહમાં અલ્પમતિ સંભવે નહિ. દેહ જ જો આત્મા હોય તો આવું લઘુગુરુપણું શક્ય નથી વળી જેમ સ્પર્ધાદિ ઇન્દ્રિયોનાં લક્ષણો ઈન્દ્રિયોથી ગ્રાહ્ય થાય છે તેમ જો શરીર આત્મા હોય તો અહંકારાદિ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે, પણ તેમ થતું નથી.
૨૧૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org