________________
[३९६] वाक्यैर्न गम्यते चात्मा, परस्परविरोधिभिः ।
दृष्टवान्न च कोऽप्येनं, प्रमाणं यद्वचो भवेत् ॥ १३ ॥ મૂલાર્થઃ આગમનાં વાક્યો વડે પણ આત્મા માની શકાતો નથી. કારણ કે તે વાક્યો પરસ્પર વિરૂદ્ધ છે. તેમ જ આત્માને કોઈએ જોયો નથી. જેથી તેનું વચન પ્રમાણભૂત થાય.
ભાવાર્થ ચાર્વાક : સાંખ્ય, બૌદ્ધ જૈન વિગેરે આગમ વડે આત્મા પ્રમાણભૂત થતો નથી. તેઓના મત પરસ્પર વિરુદ્ધ છે. વળી તેઓએ ચક્ષુ વડે આત્મા જોયો નથી. એક કહે છે નિત્ય છે. બીજો કહે છે અનિત્ય છે. કોઈ કહે છે સ્વર્ગાદિક છે, કોઈ કહે છે નથી. આથી આત્મા છે તે એકમતે પ્રમાણભૂત થતું નથી. [૩૭] માત્માને પરતો ૨, ક્રિય ર વિવિઘાં વરનું !
भोगेभ्यो भ्रंशयत्युच्चैलॊकचितं प्रतारकः ॥ १४ ॥ મૂલાર્થ : ધૂર્ત માણસ આત્મા, પરલોક અને વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોના ચિત્તને ભોગાદિકથી ભ્રષ્ટ કરે છે.
ભાવાર્થ : ચાર્વાક : આગમોની દેશના વડે ભોળાજનોને આત્મા કર્મ ફળ, આલોક પરલોક વિગેરેની વિચિત્રતા બતાવી, દાનાદિ જેવી ક્રિયાઓ બતાવી, મોક્ષની લાલચ બતાવી તેઓ છેતરે છે. અને ભોગોથી ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ સુખોથી ભ્રષ્ટ કરે છે. એ સર્વે શાસ્ત્રોપદેશ લોકોના સુખની વંચના માટે છે. [३९८] त्याज्यास्तहिकाः कामाः, कार्या नानागतस्पृहाः ।
भस्मीभूतेषु भूतेषु, वृथा प्रत्यागतिस्पृहा ॥ १५ ॥ મૂલાર્થઃ તેથી કરીને આ લોકમાં પ્રાપ્ત થયેલા ભોગો ત્યાગ કરવા લાયક નથી. અને નહીં પ્રાપ્ત થયેલા ભોગોની સ્પૃહા કરવા લાયક નથી, કારણ કે પંચ મહાભૂતો ભસ્મસાત થવાથી પુનર્જન્મ થવાની સ્પૃહા વ્યર્થ છે.
ભાવાર્થ : વળી કહે છે પંચમહાભૂતના ભસ્મ થવા સાથે તેનું વિજ્ઞાન (આત્મા) પણ ભસ્મ થવાનું છે, તેથી મનુષ્યાદિક જન્મ થવાનો સંભવ નથી. માટે ભાઈ ! આ લોકમાં મળેલાં સુખોનો
મિથ્યાત્વત્યાગ : ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org