________________
આ ઘટપટાદિ ઇન્દ્રિયોથી જણાય છે તેમ જણાવો જોઈએ પણ તે જણાતો નથી માટે આત્મા નામનો પદાર્થ નથી. અને સુખ-દુઃખાદિનો અનુભવ પંચમહાભૂતના શરીર દ્વારા થઈ શકે છે. માટે આત્મા જેવું કંઈ છે નહીં. પરંતુ પંચમહાભૂતથી સંયોગથી ઉત્પન્ન થયેલું વિજ્ઞાન છે. તે સુખ-દુઃખાદિ અનુભવે છે.
[૧૪] મઘાટ્ટેમ્પો મવવ્યવિશ્વ, પ્રત્યેમસતી થયા | मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥ ११ ॥
મૂલાર્થ : જેમ મદ્યના અંગો પૈકી પ્રત્યેક અંગમાં મઘની સ્પષ્ટતા થતી નથી, સર્વ અંગો મળવાથી મઘ સ્પષ્ટ થાય છે, તેમ પંચમહાભૂત મળવાથી જ્ઞાનની સ્પષ્ટતા થાય છે.
ભાવાર્થ : બૃહસ્પતિ ચાર્વાક : મદીરા બનાવવાના પદાર્થો ગોળ પુષ્પ, પાણી વગેરેનું અલગ સેવન કરવામાં આવે તો નશો ઉત્પન્ન થતો નથી પરંતુ તે સર્વે અંગોનું મિશ્રણ નશાજનક બને છે. તેમ પૃથ્વી આદિ પંચ મહાભૂતોનું ઉચિત મિલન થતાં પિંડરૂપ બનેલા શરીરમાં હું સુખી વગેરે જ્ઞાનાત્મક ચૈતન્ય ઉત્પન્ન થઈ જાય છે, તે સિવાય કોઈ વિશિષ્ટ આત્મા ઉત્પન્ન થતો નથી.
[३९५] राजरङ्का दिवैचित्र्यमपि नाऽऽत्मबलाहितम् ।
स्वाभाविकस्य भेदस्य, ग्रावादिष्वपि दर्शनात् ॥ १२ ॥
મૂલાર્થ : રાય શંકાદિની વિચિત્રતા પણ આત્માના બળથી ઉત્પન્ન થયેલી નથી. કારણ કે એવો સ્વાભાવિક ભેદ તો પાષાણાદિકમાં પણ દેખાય છે.
ભાવાર્થ : રાય અને ટૂંકપણું, સુખાપણું કે દુ: ખીપણું વગેરે વિચિત્રતા આત્માના શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલી છે તેમ નથી, પરંતુ પંચમહાભૂતના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી છે.. તમે કહો છો કે તે આત્મબળથી થયેલી છે. તો એવી વિચિત્રતા તો અચેતન પદાર્થોમાં પાષાણ અને રત્નમાં જોવા મળે છે ત્યાં કોઈ કર્મ નથી. તો પછી મનુષ્યાદિકમાં ભેદ જોવા મળે તેમાં શું કહેવું ? તેમાં કંઈ કર્મનું પ્રયોજન જરૂરી નથી.
Jain Education International
૨૧૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org