________________
ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે.
ભાવાર્થ : જેઓ નિશ્ચયવાદી છે તે કહે છે કે “અમને તો નિશ્ચયનય જ ઈષ્ટ છે. વ્યવહાર તો નિશ્ચયના અર્થનો ઉપદેશ કરવા પૂરતો જ હજી કદાચ ઉપયોગી ગણાય.” અર્થાત્ જ્યારે સ્વેચ્છ વ્યક્તિને સિદ્ધાંત સમજાવી શકાય તેમ ન હોય ત્યારે તેને સમજાવવા માટે મ્લેચ્છ ભાષાનો ઉપયોગ કરવો પડે. આમ વ્યવહારનય નિશ્ચયાર્થ સમજાવવા પૂરતો ઉપયોગી છે, તેમ તેઓ માને છે.
બ્રાહ્મણને બ્લેચ્છ ભાષા બોલવી ઈષ્ટ નથી. છતાં સ્વાર્થ માત્રથી જે કંઈ વ્યવહાર કરે છે, તે પરમાર્થપણે નથી. તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હોય છે. [३८९] यथा केवलमात्मानं जानानः श्रुतकेवली ।
| મુર્તન, નિશ્ચયાત્સર્વ ભૂત ર વ્યવહારતઃ || ૬ |
મૂલાર્થ : જેમ શ્રુતકેવળી શ્રત વડે નિશ્ચયથી કેવળ આત્માને જાણે છે તે જ પ્રકારે વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે.
ભાવાર્થ : શ્રુતકેવળી એટલે શ્રુતજ્ઞાનને વિષે કેવળી જેવા, કેવળી ભગવાનને પરિપૂર્ણ જ્ઞાન હોવાથી સકલ સંશય રહિત જ્ઞાનના સામર્થ્યથી સંગ રહિત આત્માને જાણે છે, તે પ્રમાણે વ્યવહારથી શ્રુતકેવળી સમગ્ર શ્રુતજ્ઞાનને જાણે છે. કર્મનો સંગ રહિત આત્માને જાણે તે નિશ્ચય અને સર્વ શ્રુતના અભ્યાસથી વ્યવહારને જાણે એમ બંનેને પ્રમાણથી જાણે છે. એવો શુદ્ધ વ્યવહાર નિશ્ચયનયને પ્રસિદ્ધ કરે છે. [३९०] निश्चयार्थोऽत्र नो साक्षादक्तुं केनापि पार्यते ।
વ્યવહારો ગુણદ્વારી તવામિક્ષ કે ૭ // મૂલાર્થ: આ જગતમાં કોઈ પણ નિશ્ચયના અર્થને સાક્ષાત્, કહી શકવાને શક્તિમાન નથી. પરંતુ વ્યવહાર નય તે નિશ્ચયના ગુણ દ્વારા તેના અર્થનો બોધ કરવા સમર્થ છે.
ભાવાર્થ ઃ આ સમગ્ર વિશ્વમાં નિશ્ચય અર્થાત્ આત્માની સહજ શુદ્ધ અવસ્થાને સાક્ષાત્ કેવળી પણ કહી શકે તેમ નથી, કારણ
૨૧૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org