________________
છે. મિથ્યાત્વ ટક્યું તો પેલાં સત્તર પાપ સ્થાનકો મોળાં પડે તો પણ જીવમાં સમ્યક્ત્વ પેદા થતું નથી. પણ મિથ્યાત્વ રહિત જો તે પાપોની મંદતા થઈ તો સત્તરે પાપો પલાયન કરશે. અને જીવ સાચું દર્શન પામશે. માટે આ જન્મમાં આને ભયંકર શત્રુ જાણીને તેનો નાશ કરવો તે આ જન્મનું સાર્થકપણું છે.
પ્રબન્ધ ૪થો
મિથ્યાત્વત્યાગ
[૩૬૪] મિથ્યાત્વત્પાતિઃ શુદ્ધ, સમ્યવસ્તું ખાયતેઽણિનામ્ । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ १ ॥
સમ્યક્ત્વની શુદ્ધિ મિથ્યાત્વના ત્યાગથી થાય છે.
મૂલાર્થ : મિથ્યાત્વનો ત્યાગ કરવાથી પ્રાણીઓને શુદ્ધ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તેથી તેના ત્યાગ માટે મહાત્માઓએ યત્ન કરવો.
ભાવાર્થ : અનાદિકાળથી જીવ તત્ત્વોની વિપરીત શ્રદ્ધાને કારણે, તથા પપદાર્થમાં સુખબુદ્ધિ કરવાથી મિથ્યાર્દષ્ટિ રહ્યો છે, તે મિથ્યાત્વને મૂળમાંથી નાશ કરવા યત્ન કરવો. તે માટે મિથ્યાત્વનું સ્વરૂપ જણાવે છે.
અધિકાર ૧૩મો
[૩૬] નાસ્તિ, નિત્યોન, ર્તા ચન, મોવતાત્માનનિવૃતઃ ।
तदुपायश्च नेत्याहु-मिथ्यात्वस्य पदानि षट् ॥ २ ॥
મૂલાર્થ : આત્મા નથી, આત્મા નિત્ય જ છે, આત્મા કર્તા નથી આત્મા ભોક્તા નથી. મુક્ત નથી, અને મુક્ત થવાનો કોઈ ઉપાય નથી, એવા છ પ્રકારો આ મિથ્યાત્વના સ્થાનકો છે. ભાવાર્થ : અન્ય દર્શનીઓ કે મિથ્યામતિ જીવો માને છે કે પાંચ મહાભૂતથી ભિન્ન આત્મા છે નહિ, તેથી તે ભવાંતરે જતો નથી, આત્મા કેવળ નિત્ય છે, વળી આત્મા નિષ્ક્રિય છે, તેથી કર્મનો કર્તા નથી. અને તેથી ભોક્તા પણ નથી, વળી આત્મા સાથે કર્મનો અભાવ હોવાથી જીવને બંધ નથી અને તેથી મુક્ત થવાનું પ્રયોજન નથી, માટે મુક્ત થવાના ઉપાય નથી એ પ્રમાણે
Jain Education International
૨૦૮ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org