________________
મિથ્યાત્વ ત્યાગ અધ્યયન
,
જીવમાં પ્રકૃતિવશ અનંત અધ્યવસાયો ઊપજે છે અને અમે છે. તેને મુખ્ય બે જ પ્રકારે વિચારીએ તો એક છે મિથ્યાભાવ અને બીજો છે સમ્યભાવ. મિથ્યાભાવ દુઃખનું ભાન છે, સમ્યભાવ સુખનું સાધન છે. સમક્તિને રોકનારું મિથ્યાત્વ છે, તે પરભાવ કે વિભાવ છે. પરંતુ અજ્ઞાનવશ જીવ પરભાવ અને વિભાવમાં જ રુચિ કરીને રહ્યો છે. અને તેથી ભ્રમણમાં રખડ્યો છે. મિથ્યાત્વના સાથીઓ છે અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. મૂળ જો મિથ્યાત્વ ખરું તો પછી પાછળ ચાર પાંગળા બને છે. કદાચ થોડા ભવ જાય પરંતુ સાધકનું બળ પેલા ચારને ક્રમે કરીને પરાભવ આપે
વાસ્તવમાં મિથ્યાત્વની ગાઢ ગ્રંથિને ભેદવી કઠણ છે. મોતી વીંધાય પછી દોરામાં ગૂંથન કરવું સરળ છે, તેમ ગ્રંથિભેદ થયા પછી આત્મભાવનાઓ કે મન:શુદ્ધિ સરળ છે. માટે શત્રુરૂપ આ મિથ્યાત્વને જાણો. કર્મને આવવાના આશ્રવના પાંચ હેતુઓમાં મુખ્ય મિથ્યાત્વ છે.
મિથ્યાત્વ શું છે?
આત્મા કે આત્માની નિત્યતાના સ્થાનોને વિપરીત માનવા, સત્ દેવાદિમાં અશ્રદ્ધાન હોવું. દેહાદિ પર પદાર્થોમાં સુખની માન્યતા કરવી. શુદ્ધધર્મનો અનાદર હોવો, આ મિથ્યાત્વના પ્રકારો જીવ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
લૌકિક દેવાદિમાં શ્રદ્ધા-આદર કરે. લોકોત્તર દેવને પૂજીને પણ સાંસારિક સુખની વૃત્તિ રાખે, કે દૃષ્ટિ રાગનું પોષણ કરે તે પણ મિથ્યાત્વ છે. પૂર્વનું મિથ્યાત્વ લઈને આવેલો જીવ વળી આ જન્મમાં સવિવેકના અભાવે મિથ્યાત્વમાં ઉમેરો કરે છે.
અઢાર પાપસ્થાનકમાં સત્તર પાપસ્થાનકની બરોબરીમાં જો કોઈ પાપ કે દોષ આવતો હોય તો તે અઢારમું પાપ સ્થાનક મિથ્યાત્વ
મિથ્યાત્વત્યાગ : ૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org