________________
કરવો તે સમ્યકત્વનું આસ્તિક્ય રૂપ ઉત્કૃષ્ટ ચિહ્ન છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.
ભાવાર્થ ઃ આમ અહિંસાનું સર્વશે પ્રતિપાદન કરનાર જિના સિદ્ધાંતનું શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે. તે આદરવા યોગ્ય છે, અન્ય દર્શનોના સિદ્ધાંતો અહિતકારક છે. તેમાં પૂર્વાપર વિરોધનો સંભવ છે. જેમ કે એક બાજુ વ્રત બ્રહ્મચર્ય વ્રત દર્શાવ્યું છે, ત્યારે બીજી બાજુ નિઃસંતાનની સદ્ગતિ નથી તેમ કહ્યું છે તેમ અહિંસા એ પણ યમના પ્રકારમાં દર્શાવ્યું છે, પરંતુ યજ્ઞાદિમાં હિંસાનો અંશ આવે છે. માટે તે અહિતકારક છે. એવો દૃઢ નિશ્ચય તે ઉત્કૃષ્ટ શ્રદ્ધાનું ચિહ્ન છે. આસ્તિષ્પ શ્રદ્ધાને અનુસરતાં બીજાં ચાર લક્ષણો કહે છે. [૩૩] શમન નિર્વેતા-નુવામિ પતિનું !
दधतामेतदच्छिन्नं, सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ५८ ॥ મૂલાર્થ : શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપાએ કરી શોભિત એવા આ આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે.
શમ = શાંતિ, રાગાદિભાવ રહિત ચિત્તની સમતા. સંવેગ = મોક્ષાભિલાષ, સર્વ સાંસારિક ઇચ્છાનો અભાવ. નિર્વેદ = સંસાર પ્રત્યે વૈરાગ્ય ભવભ્રમણનો ખેદ. અનુકંપા = દ્રવ્ય – ભાવરૂપ દયા, સર્વ જીવો પ્રત્યે સમભાવ.
શુદ્ધ શ્રદ્ધાન યુક્ત આ ચાર લક્ષણો સહિત ભવ્ય જીવોને સમકિત નિશ્ચય થાય છે.
સમ્યકત્વ અધિકાર પૂર્ણ.
૨૦૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org