________________
પણ જિનવચનમાં શ્રદ્ધાયુક્ત ન હોવાથી, પોતાની જાતિ કલ્પનાને આધારવાળી હોવાથી તે અહિંસા પણ અજ્ઞાનને કારણે હિંસા જેવા અશુભ બંધવાળી હોય છે. મુખ્યત્વે ભાવહિંસાના કારણે પરિણામ બતાવ્યું છે.
[३७५] येन स्यान्निह्नवादीनां दिविषदुर्गतिः क्रमात् ।
હિંસેવ મહતી તિર્યક્“નરજાવિર્મવારે ॥ ૧ ॥
મૂલાર્થ : જેથી કરીને નિહ્નવાદિકોને દેવતાઓમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી અનુક્રમે ભવાંતરમાં તિર્યંચ અને નરક વિગેરેમાં મોટી હિંસા પ્રાપ્ત થાય છે, તે જીવો હિંસા કરનારા હોય છે.
ભાવાર્થ : જિનેશ્વરના નિર્દોષ વચનથી વિપરીત, અને પોતે કલ્પેલા મતની પ્રરૂપણા કરનારા, અન્ય મતવાળાને કે અભાવને અહિંસાદિ વ્રતોનું પાલન કરવાના શુભભાવથી દેવપણું પ્રાપ્ત થવા છતાં, હલકી કોટિના સ્થાન મળે છે. એટલે પાળેલી અહિંસા પણ હિંસાના ફળ જેવી થાય છે.
વળી દેવગતિનું આયુષ્ય પૂરું કરી, દેવગતિ છતાં ત્યાં મનોવૃત્તિનું ગર્વાદ હલકાપણું તેમને તિર્યંચાદિ ગતિમાં લઈ જાય છે. એટલે પરંપરાએ હિંસાના ફળરૂપ દુઃખનું કારણ બને છે. અને વળી પરંપરાએ નકગતિમાં જઈને વિશેષ હિંસા કરવાવાળો થાય છે, આથી પાળેલા અહિંસાદિ પણ હિંસારૂપ બને છે.
[૩૭૬] સાધૂનામપ્રમત્તાનાં, સા ચાઽહિંસાનુવધિની । हिंसानुबन्धविच्छेदाद्-गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥
મૂલાર્થ : અપ્રમત્ત સાધુઓને તે હિંસા અહિંસાના અનુબંધવાળી થાય છે, કારણ કે હિંસાના અનુબંધનો વિચ્છેદ થવાથી ઊલટો તેમના ગુણનો ઉત્કર્ષ થાય છે. કેવી રીતે ?
ભાવાર્થ : અપ્રમત્ત સર્વવિરતિધર સાતમા ગુણસ્થાનકવર્તી પ્રમાદ રહિત છે, કરુણાભાવથી નિરંતરયુક્ત છે. તેઓને કદાચિત નદી ઊતરવા જેવા સંયોગ થાય ત્યારે જળકાય જીવોની વિરાધના થવા
સમક્તિ અધિકાર : ૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org