________________
ભાવ તપેલા લોઢા પર પગ મૂકવા જેવાં જાગૃત હોય છે. આથી સકંપ ભાવે તે તે પ્રવૃત્તિ કરે છે.
તે પ્રમાણે સર્વવિરતિધર મહાત્માઓ વિહારાદિમાં કોઈ પણ જીવની વિરાધના ન થાય તેને માટે સતત જાગૃત હોય છે. આવા કરુણાયુક્ત ભાવને કારણે હિંસાના દોષથી ઉત્પન્ન થતું કર્મ નષ્ટ થાય છે. [૨૭] સતામસ્યાશ વેચશ્ચતનામવિતશત્તિના !
अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ ४८ ॥ મૂલાર્થ યાતના અને ભક્તિ કરીને શોભતા સપુરુષોએ જિન પૂજાદિક ક્રિયામાં કદી કંઈ હિંસા થાય તો પણ તેને અનુબંધ અહિંસાનો છે.
ભાવાર્થ અહિંસાના ભાવની મુખ્યતા છતાં ગૃહસ્થને જિનપૂજાદિકમાં જળ, પુષ્પ વિગેરેથી હિંસાનો સંભવ છતાં તેમના અંતરમાં કરુણાભાવ હોવાથી નિષ્કામ ભાવ હોવાથી અહિંસાને અનુસારે શુભ અનુબંધ થાય છે. અન્ય જીવને પીડા થતી હોવા છતાં દુષ્ટ અધ્યવસાયનો અભાવ હોવાથી શુભ અનુબંધ કહ્યો છે. છતાં યતના શબ્દ આપીને જણાવે છે કે જિનપૂજાદિકમાં પણ ઉન્માદ રહિત અત્યંત યતના-વિવેકપૂર્વક તે વિધિઓ કરવી જોઈએ. આશય શુભ હોવા છતાં પણ સમ્યદૃષ્ટિવંત આત્માને માટે આ વિધાનની મુખ્યતા છે, કારણ કે તેમનામાં એવો કરુણાભાવ પ્રગટ થયેલો છે. સામાન્ય જીવોએ તો વિશેષ વિવેક જાળવવો જરૂરી છે. [૭૪] હિંસાનુન્યની હિંસા મિથાકૃષ્ટતુ કુર્મતઃ |
અજ્ઞાનશવિયોોન તસ્યાર્દિસપિ તદ્દશી ૪૬ //. મૂલાર્થ : દુષ્ટ બુદ્ધિવાળી મિથ્યાષ્ટિની ગૃહારંભાદિકમાં થયેલી હિંસા, હિંસાના અનુબંધવાળી હોય છે, અને તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના સંબંધે હિંસા જેવી હોય છે.
ભાવાર્થ : અજ્ઞાનમય મિથ્યાષ્ટિની ગૃહાદિકના આરંભમાં થતી હિંસા, હિંસા અશુભ અનુબંધવાળી હોય છે. વળી તેની અહિંસા
૨૦૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org