________________
[૨૭૦] કાવતરોઊંત્ર, મુલ્યાહિંસે મુખ્યતે |
सत्यादीनि व्रतान्यत्र, जायन्ते पल्लवा नवाः ॥ ४५ ॥ મૂલાઈ : આ અહિંસા મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે. માટે તે મુખ્ય કહેવાય છે, તથા સત્યાદિક વ્રતોરૂપ આ વૃક્ષને નવા પલ્લવો ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ અહિંસાની વિશેષતા કહે છે. અન્ય પ્રાણીને આત્મવતુ માની તેના પ્રત્યે અત્યંત દયાનો ભાવ તે રાગદ્વેષાદિ રહિત મોક્ષના વૃક્ષનું બીજ છે. વળી અહિંસાના વ્રતથી અન્ય સત્યાદિક મહાવ્રતોના અંકુરો ફૂટે છે. અર્થાત્ અહિંસા મુખ્ય ધર્મ છે. [૭૦] હિંસા સમવશ્રેત્યે દૃશ્યતેડગેવ શાસને | * મનુવાસિંગુદ્ધિયંત્રવાતિ વાસ્તવી ! ૪૬ |
મૂલાર્થ આ પ્રમાણે અહિંસાનો સંભવ આ જિનશાસનને વિષે જ જોવામાં આવે છે. તથા અનુબંધ વિગેરેની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે આ જિનશાસનને વિષે જ છે.
ભાવાર્થ : અહીં જિનશાસનનો પક્ષ અભિપ્રેત છે, પરંતુ જિનાગમમાં અહિંસા-અહિંસાનું સ્વરૂપ પરસ્પર અવિરોધી છે, નિત્યાનિત્ય વગેરેનાં કથનો અપેક્ષાયુક્ત છે, તેથી અહિંસાધર્મ જિનશાસનમાં શુદ્ધ છે વળી અહિંસાની શુદ્ધિ અને વૃદ્ધિનું સ્પષ્ટ નિરૂપણ છે, તેના ગતિ, ફળ આદિ અનુબંધ પણ જિનાગમ જેવા અન્યત્ર સુસ્પષ્ટ નથી. [૩૭] હિંસાયા જ્ઞાનયોન સ ર્મદાત્મનઃ |
તક્ષનોદપરજાસત્તન્યાયાં નાનુવશ્વન || ૪૭ . મૂલાર્થ : સમ્યગુદૃષ્ટિવાળા માહાત્માને જ્ઞાનનો યોગ હોવાથી તપાવેલા લોઢા પર પગ મૂકવા જેવી હિંસાનો અનુબંધ લાગતો
નથી.
ભાવાર્થ : વાસ્તવમાં જે સમષ્ટિવંતને જ્ઞાનનો યોગ હોવાથી તે ગૃહસ્થદશામાં હોય અને તેને વ્યવહાર વ્યાપાર કરવા પડે તો પણ તેમના અધ્યવસાય તે પ્રવૃત્તિમાં ખેદજનક હોવાથી, વળી સર્વત્ર દયાભાવ હોવાથી તેમને કર્મબંધ થતો નથી. કારણ કે તેઓના
સમક્તિ અધિકાર : ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org