________________
શાળી વૈધને તેનો નો થાત ધારો પડે તેવા કરવી પડે છે
પણ તેને હિંસાનો દોષ લાગે છે. કોઈનો મૃત્યુકાળ એ છદ્મસ્થના જ્ઞાનનો વિષય પણ નથી. અને કોઈને જીવન આપી શકાતું નથી, તો ઘાત પણ કરી શકાય નહીં. કરે તો દોષિત ઠરે છે. [૩૬] હિંમવિપા, યહુદીશનિમિત્તતા |
__ हिंसकत्वं न तेनेदं, वैद्यस्य स्याद्रिपोखि ॥ ४३ ॥
મૂલાર્થ દુષ્ટ અધ્યવસાયના નિમિત્તવાળી અહિંસા હિંસ્ય પ્રાણીના કર્મના વિપાકરૂપ છે. તેથી શત્રુની જેમ વૈદ્યને આ હિંસકપણું પ્રાપ્ત થતું નથી.
ભાવાર્થ ઘાત થવા છતાં હિસા કોને ન લાગે તેનું સમાધાન, વૈધ હકીમને પણ કડક થઈને દર્દીને વાઢકાપ કરવી પડે કે આક્રોશથી પણ ઔષધિનો આગ્રહ રાખવો પડે તેવા કઠણ પરિણામથી વૈધ હકીમથી કદાચ દર્દીનો ઘાત થાય તો પણ તે દુષ્ટ આશયવાળું ન હોવાથી વૈધને તેનો દોષ લાગતો નથી. હિંસકના દુષ્ટ આશયથી શત્રુભાવથી કરેલા ઘાતથી તેનું દુઃખદાયી પરિણામ જરૂર આવે છે. ભલે મરનારનું આયુ પૂર્ણ થયું હોય તો મરે છતાં આશયભેદથી હિંસા અહિંસાના ભેદ થાય છે. [૨૬] રૂલ્ય સદુપરેશાવે-સ્તરવૃતિાપ પુરા |
સોમયે પાપસ્થ, નાશસ્વિાશયવૃતિઃ || 88 // મૂલાર્થ : આ રીતે સદુપદેશાદિથી સોપક્રમી પાપના નાશથી અને તેથી પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી તે હિંસા થકી નિવૃત્તિ પણ પ્રગટ થાય છે.
ભાવાર્થ : હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થાય તેના ત્રણ પ્રકાર કહે છે.
૧. હિંસા - અહિંસાના ફળથી ગતિ આદિ વિગેરે સમજાવવાના સઉપદેશથી.
૨. સોપક્રમ : શુભ પરિણામાદિક વડે અશુભ કર્મોનો નાશ થવાથી. ૩. પોતાના અહિંસાના ભાવની વૃદ્ધિ થવાથી. આ ત્રણ કારણથી હિંસા નિવૃત્તિ પ્રગટપણે થાય છે.
૨૦૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org