________________
જવું અને યુવાનીનું પ્રગટ થવું તે જ સમયે આત્મા એનો એ જ સાક્ષાત્ અનુભવમાં આવે છે. ભૂતકાળનાં કરેલાં કાર્યોની સ્મૃતિ વર્તમાનમાં થાય છે. જો આત્મા નિત્ય ન હોય તો સ્મૃતિ કોને થાય ? હા, તે કાર્ય સમયનો ભાવ પરિવર્તિત થાય છે. આત્મા તે જ હોય છે.
આ રીતે એકાંત નિત્યવાદની અને એકાંત અનિત્યવાદની યુક્તિઓ અસંગત બને છે.
[૬૬] પીડાતૃત્વતો વેદ-વ્યાપન્યા કુરમાવતઃ ।
ત્રિષા-હિંસામે પ્રોફ્તા, નહીત્યમપહેતુા ॥ ૪૧ ||
મૂલાર્થ : બીજાને પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી તથા દુષ્ટ પરિણામથી એમ ત્રણ પ્રકારની હિંસા જિનાગમને વિષે કહેલી છે, આ પ્રકારે માનવાથી એ હિંસા સહેતુક છે.
ભાવાર્થ : આત્મા દ્રવ્યે નિત્ય
શાશ્વત હોવાથી તેનો સર્વથા નાશ થતો નથી. છતાં અન્યને દુઃખ આપવાના નિમિત્તથી તેના શરીરને હણવાથી અથવા પરને હણવાના અશુભ અધ્યવસાયથી, આ ત્રણે પ્રકારે જીવઘાતરૂપ હિંસા કહી છે. અને તે દ્વારા જીવ સ્વયં દુર્ગતિ પામી તેના ફળસ્વરૂપે દુઃખ ભોગવે છે. આથી દેહથી ભિન્નાભિન્ન એવો આત્મા માનવાથી આ હિંસા કહી છે. તે વાસ્તવિક છે, કલ્પિત નથી.
[૬૭] હનુર્ગાપ્રતિ ો રોષો, હિંસનીયસ્ય ર્મળિ ।
प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः ॥ ४२ ॥
મૂલાર્થ : શંકા : હિંસ્યનું કર્મ ઉદયમાં આવવાથી તે હણાય છે, તેમાં હિંસકનો શો દોષ છે, વળી તે હિંસકના અભાવે બીજા હિંસકને વિષે પણ તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે
કોઈ કહે તો તે વચન મિથ્યા છે.
-
ભાવાર્થ : કોઈ શંકા કરે કે મરનારનું કર્મ ઉદયમાં આવવા જાતે અન્યથી હણાય છે, તેમાં હિંસકનો શો દોષ ? મરણ તો અવશ્ય છે. આ શંકા અસંગત છે. હિંસક હિંસાના ભાવ કરે તો
સમક્તિ અધિકાર : ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org