________________
વળી જ્યાં સુધી કર્મ-પ્રકૃતિનો સંબંધ છે ત્યાં સુધી જીવ પોતાના જ રાગાદિ વિકલ્પથી પુદ્ગલોને ગ્રહણ કરે છે, જો સક્રિય માનો તો જન્માંતરે શરીર ગ્રહણ કરવાની ક્રિયા શી રીતે થાય ? વળી તેને વિભાવથી કરેલી ફુરણા પ્રમાણે જ કર્માણુઓ ગ્રહણ થાય છે. શરીરાધિરૂપે પરિણમે છે. જો તેવો જગતસ્થિતિનો નિયમ ન હોય તો પરમાણુનો સમુદાય કેટલો પ્રહણ થાય તે કોણ નક્કી કરે? ઈશ્વર નામના શુદ્ધ તત્ત્વને એવો વિકલ્પ ઘટતો નથી કે કોઈ આત્માને સુખ આપે કે દુઃખ આપે. - અજ્ઞાનદશામાં જીવશક્તિની ફુરણાની પૂર્વે ગ્રહણ કરેલા અને વર્તમાનમાં ગ્રહણ થતાં પુદ્ગલો સંયોગવાળા થાય છે. અને અસારરૂપ થયેલા પુલોનો વિયોગ થાય છે. આત્મવ્યાપારથી પુદગલના પ્રહણની ક્રિયા થાય છે, તે કેવળ નિત્ય કે વિશ્વવ્યાપક માનવાથી ઘટતી નથી. [३५५] आत्माक्रियां विना च स्यान्मिताणुग्रहणं कमम् ।
સંયોજમેર રાજ્યના વાપિ યુતિ | ૩૦ | મૂલાર્થ : શંકા : અષ્ટિથી કોઈ પણ કર્મથી ઉત્પન્ન થયેલો દેહનો સંયોગ થઈ શકે છે. (ત્યાં આત્મક્રિયાની કંઈ પણ અપેક્ષા નથી) જો આ પ્રમાણે જન્મની ઘટના કરશો તો તે થઈ શકશે નહીં. કેમ કે તે શરીરના યોગનું નામ નથી.
ભાવાર્થ શંકા : અરૂપી એવા આત્માને અજ્ઞાનવશ થતી ફુરણાથી કર્મનો સંયોગ સંબંધ થાય છે. અને કાર્પણ કાયયોગ શરીરાદિને ગ્રહણ થવામાં નિમિત્ત હોય છે. કાર્પણ શરીરના સંયોગથી અને આત્મામાં દેહવાસનાનો સંસ્કાર અનાદિનો રહ્યો છે, તેથી નવીન શરીર માટે પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે પુદ્ગલોનું પરિણમન સ્વદ્રવ્યમાં થાય છે. પરંતુ એક ક્ષેત્રમાં થતી ક્રિયાનો અનુભવ આત્માને થાય છે.
વળી કર્મ જડ છે તેથી તેનામાં જીવની ફુરણા વગર અંગો પાંગ વગેરેની રચના કરવા શક્તિમાન નથી. જો આત્માને મૂળ
૧૯૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org