________________
મૂલાર્થ ? આ, જીવ નિત્ય હોય તો તેનો શરીરની સાથે પણ સંબંધ સંભવતો નથી, અને તે જીવનું વિભુપણું (સર્વવ્યાપકપણું) હોય તો આ સંસાર ખરેખર કલ્પિત નહીં થાય.
ભાવાર્થ : જો આત્માનું કેવળ નિત્યપણું જ હોય તો, અર્થાત સંસારમાં જન્મ મરણ રહિત આત્માનું સિદ્ધપણું હોય તો તેને શરીર સાથે કે અન્ય ધનાદિક સાથે સંબંધ કેવી રીતે સંભવે ? અને શરીર સાથે સંબંધ નથી તો પછી પૂર્વપર્યાય વ્યયરૂપ હિંસાદિક પણ સંભવતા નથી. વળી શરીરાદિ સાથેના સંબંધ તો અનિત્યપણાનો છે. અને એકાંતે નિત્ય માનવાથી શરીરાદિ સાથે જે સંબંધનો ત્યાગગ્રહણ છે તે ઘટી શકશે નહિ.
વળી આત્માને જો વિશ્વવ્યાપક વિભુ માનશો તો, તો સંસાર જ કેવી રીતે રહેશે ? જો આત્મા માત્ર સર્વવ્યાપી છે તો તેને પરલોક ગમન પણ નહિ ઘટે. વળી ચાર ગતિને જો માનશો તો તે પણ કલ્પિત ઠરશે. આમ એક આત્મા જો સર્વત્ર રહેલો માનશો તો એક આત્માના જન્મ-મરણ સર્વના જન્મમરણ માનવા પડશે. આથી આત્મા એકાંત નિત્ય નથી કે એકાંત સર્વવ્યાપી નથી. સ્વભાવે નિત્ય છે. જ્ઞાનસ્વરૂપે વ્યાપક છે. [३५४] अदृष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः ।
રૂલ્ય ગોપત્તિશે-, તથાવિવેચનાતુ | ૨૬ . મૂલાઈ : આત્માની ક્રિયા વગર તે આત્માને પરિમિત પરમાણુઓનું ગ્રહણ શી રીતે થાય ? તથા સંયોગ અને વિયોગ વગેરેની કલ્પના પણ યુક્ત નથી.
ભાવાર્થ : આત્માને અક્રિય માનવાથી સ્વતંત્ર પદાર્થ તરીકે તેની અસ્તિ જ નહિ રહે. પદાર્થ માત્ર ક્રિયા સંપન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્ય (પદાર્થ) રૂપે પરિણમતું નથી તે અર્થમાં નિષ્ક્રિયતા માનો તો ભલે, પરંતુ જો મૂળમાં અક્રિય માનો તો જ્ઞાનસ્વરૂપ એવા જ્ઞાનનો આવિર્ભાવ નહિ ઘટે. આત્મા નિજસ્વભાવે જ્ઞાનક્રિયા
યુક્ત છે.
સમક્તિ અધિકાર : ૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org