________________
હિંસાનો દોષ પણ આત્માને લાગતો નથી. તેમ સર્વ ક્રિયાનો અભાવ થશે. તો મોક્ષનો પણ અભાવ થશે.
અર્થાત્ વસ્તુનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, એકાંતે બુદ્ધિરૂપ કોઈ પણ અવસ્થા ભિન્ન કે અભિન્ન નથી. એક ક્ષેત્રે હોવાથી દેહાદિકના સંયોગે સુખદુઃખને જાણનારી બુદ્ધિ સંયોગ સંબંધે અભિન્ન છે, અને તેનું સ્વરૂપ પૌગલિક હોવાથી લક્ષણે ભિન્ન છે. (આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે) સંયોગ સંબંધ બુદ્ધિ દ્વારા આત્માને સુખદુઃખનો અનુભવ થાય છે. માટે બુદ્ધિ પ્રાણીથી કેવળ ભિન્ન નથી. [३५२] न च हिंसापदं नाशपर्यायं कथमप्यहो ।
નીવર્સાન્તનિત્યત્વેડનુમવવિધ ભવે ર૭ મૂલાર્થ : અહો ! જીવને એકાંતપણે નિત્ય માનવાથી નાશનો પર્યાય રૂપ હિંસા શબ્દ કોઈ પણ પ્રકારે અનુભવને અબાધક નહીં થાય અર્થાત્ અનુભવને બાધક થશે.
ભાવાર્થ : હિંસા શબ્દ “નાશ' સ્વરૂપ પર્યાયનું વાચક પદ છે. (કવળ કોઈથી ઘાત પામવું તે હિંસા એટલો જ અર્થ નથી) આત્મા સ્વભાવે નિત્ય છતાં, પદાર્થ માત્ર ઉત્પાદ વ્યય યુક્ત હોય છે, તેમ આત્માની અવસ્થાઓ બદલાય છે. આત્માની અવસ્થા પરિવર્તિત થતી ન હોય તો સંસારી, સંસારી મટી સિદ્ધ કેમ થાય ? આત્મા સ્વભાવે અપરિણામી છતાં તત્ સમયની અવસ્થાએ પરિણામી નહીં માનવાથી “હિંસા” શબ્દ બાધક થશે નાશ-વ્યય પર્યાયને સૂચવતો હિંસા શબ્દ જો કેવળ નિત્ય સાથે આત્માને વિષે યોજીએ તો અનુભવને બાધક થાય. અને કેવળ નાશ માનશો તો શબમાં આત્મારહિતપણું જોવાથી નિત્યપણાને બાધક થશે.
અર્થાત્ દ્રવ્ય પોતાના સ્વરૂપમાં રહ્યું છતાં બીજી અવસ્થાઓને પામે છે. પરિણામને પામે છે. તેવો પરિણામ વિદ્વાનોને ઇષ્ટ છે.
એકાંત નિત્યનાં બીજાં દૂષણો. [૨૩] શરીરે સજ્વલ્પો, નિત્યત્વેડચ સમવી !
विभुत्वे न च संसारः, कल्पितः स्यादसंशयम् ॥ २८ ॥
૧૯૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org