________________
છે, તેને હાલ પ્રમાણિત કરવા જરૂરી નથી. વળી વસ્તુના પ્રત્યક્ષ અને પરોક્ષનાં પ્રમાણો પણ અપેક્ષાયુક્ત પ્રસિદ્ધ છે, તેમના વ્યવહાર પણ પ્રસિદ્ધ છે, જેમ કે આત્મા સત્તા અપેક્ષાએ શુદ્ધ છે, વર્તમાનની અવસ્થાએ અશુદ્ધ છે. આવો વ્યવહાર જગ પ્રસિદ્ધ છે ત્યાં કોઈ પ્રયોગ દ્વારા પ્રસિદ્ધિની જરૂર નથી.
એકાંત નિત્યરૂપ આત્માના પક્ષમાં દોષ
[ ३४९] तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् ।
હિંસાવ: વં તેમાં, થમઘ્યાત્મનોઽવ્યયાત્ ॥ ૨૪ ||
મૂલાર્થ : આત્મા નિત્ય જ છે એવો જેનો એકાંત મત છે તેઓને કોઈ પ્રકારે આત્માનો નાશ નહીં હોવાથી હિંસાદિક શી રીતે ઘટે ?
ભાવાર્થ : સાંખ્ય ઇત્યાદિ મતવાળાનો એકાંત મત છે કે ‘આત્મા નિત્ય જ છે' તે પર્યાયરૂપ પરિવર્તિત થતો નથી. તેથી તેની ઉત્પત્તિ કે વિનાશ પણ નથી. આથી નિત્ય, શુદ્ધ અને મુક્ત સ્વભાવવાળું સર્વ શક્તિમાન તે બ્રહ્મ છે.
દ્રવ્ય દૃષ્ટિથી આત્મા નિત્ય શુદ્ધ કે મુક્ત છે, તે માનવું અને તેની પલટાતી અવસ્થાઓ ન માનવી તે એકાંત છે, તેમાં બંધ-મોક્ષની કે હિંસા-અહિંસાની વ્યવસ્થા જળવાશે નહિ.
આત્મા કેવળ નિત્ય છે, તેમ માને તો એક શરીર છોડ્યા પછી તેના અન્યત્ર જન્મનો સ્વીકાર કેવી રીતે થશે ? સ્વભાવે નિત્ય છતાં તે શરીર બદલાવાથી અનિત્ય કહેવાય છે.
વળી સંસારીપણાની અશુદ્ધ અવસ્થાનો સ્વીકાર કરવામાં ન આવે તો બંધ-મોક્ષની વ્યવસ્થા નિરર્થક ઠરશે.
આથી દ્રવ્ય દૃષ્ટિને ગ્રહણ કરી સત્તા અપેક્ષાએ નિત્ય વિગેરે માનવો, અને પર્યાય વર્તમાન અવસ્થામાં અનિત્ય વિગેરે લક્ષણો સ્વીકારવાથી વસ્તુ ધર્મ યથાર્થ સમજાય છે. કેવળ એકાંત નિત્ય માનવો તે મિથ્યા છે. ઇન્દ્રિયાદિ પ્રાણની હિંસા તે હિંસા, તેને આત્માની હિંસા મનાય છે. હિંસા કરનાર હિંસક કહેવાય છે. આમ
Jain Education International
૧૯૦
:
અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org