________________
[३४७] प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कञ्चन ।
તરિક્ષાનવસ્થાનાવિન્યથાર્થથિર્યતઃ || ૨૨ ! મૂલાર્થ: આ શાસ્ત્રને પરીક્ષાને વિષે પ્રમાણ અને લક્ષણ વિગેરેનો કંઈ પણ ઉપયોગ નથી. કારણ કે જીવાદિક પદાર્થોની તેથી અન્યથા સ્થિતિ લક્ષણો હોવાને લીધે તેનો નિશ્ચય કરવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ : પદાર્થને જાણવા માટે પ્રત્યક્ષ અને અનુમાન શબ્દ વિગેરે પ્રમાણો છે. લક્ષણ એ વસ્તુનું ચોક્કસ સ્વરૂપ છે, તે પદાર્થને અન્યથી પૃથક્કરણ કરનાર છે. તેથી આ શાસને પરીક્ષાને વિષે કંઈ ઉપયોગિતા નથી. આ શાસ્ત્ર સ્વયં જ સિદ્ધાંતને દર્શાવે
કારણ કે અહિંસા જેવા ધર્મો પ્રગટ જ સિદ્ધિ સૂચવનારા છે, તેને કોઈ પ્રમાણ કે પ્રયોગથી સિદ્ધ કરી શકાતા નથી. તેમ આત્માની ઉત્પત્તિ અને નાશનો પ્રયોગ કરી હિંસાનો નિર્ણય કરવામાં આવે તો જીવોની રક્ષાનો મહાદોષ આવે. કારણ કે આત્માની કોઈ સંયોગોથી ઉત્પત્તિ નથી તેથી નાશ પણ નથી તે સિદ્ધાંત છે. હવે પ્રત્યક્ષ ઘાત તો શરીરનો થાય છે. જન્મ શરીરનો થાય છે. ત્યાં કોઈ એમ વિચારે કે આત્મા મરતો નથી, જન્મતો નથી, નિત્ય છે, તો અહિંસા ધર્મમાં અવ્યવસ્થા ઊભી થશે. કારણ તેમાં પ્રમાણ કે અનુમાન શું હોઈ શકે ? આત્માનો સ્વભાવ અવિનાશી, સ્વયંભુ, અનુત્પન્ન છે. પરંતુ શરીર સાથેના સંબંધથી જીવનો ઘાત થયો જીવ ઉત્પન્ન થયો તેમ ઉપચાર કથન છે. તેમાં પરસ્પર વિરોધાભાસ નથી. અને તેમાં પ્રમાણ આદિની જરૂર નથી. [३४८] प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः ।
प्रमाणलक्षणस्योक्ती ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥ મૂલાર્થ સર્વે પ્રમાણો પ્રસિદ્ધ છે, અને તેણે કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે તેથી કરીને પ્રમાણોનાં લક્ષણ કહેવાનું કંઈ પ્રયોજન નથી.
ભાવાર્થ આત્માના નિત્યાનિત્ય કે શુદ્ધાશુદ્ધ ધર્મો અનાદિ સિદ્ધ
સમક્તિ અધિકાર : ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org