________________
પરદ્રોહ ચિંતન. અભિધા = પરના ધનને હરણ કરવાની ઈચ્છા. દિગુ વિપર્યય = કુશળ ધર્મ ભણી વિપરીત દૃષ્ટિપણું. આ દશ પ્રકારના પાપકર્મોનો ત્યાગ કરવો. [३४५] ब्रह्मादिपदवाच्यानि तान्याहुवैदिकादयः ।
ગતઃ સર્વેયાવચ7 – Mામલોર્થ| I ૨૦ || મૂલાર્થઃ વૈદક મતવાળા વગેરેને તે અહિંસાદિક બ્રહ્માદિ પદ વડે વાચ્ય છે તે સર્વેનો એક વાક્યર્થ હોવાથી આ ધર્મશાસક સાર્થક છે.
ભાવાર્થ ઃ આમ બધા શાસ્ત્રોની અહિંસાની માનવામાં એક વાક્યતા છે, માટે જે કોઈ ધર્મશાસક હોય તે આ અહિંસાદિના પદાર્થનું નિરૂપણ કરનાર છે તે વાત નિશ્ચય છે. [३४६] क्व चैतत्संभवो युक्त इति चिन्त्यं महात्मना । शास्त्र परीक्षमाणेना-व्याकुलेनान्तरात्मना ॥ २१ ॥
(ધર્મશાસ્ત્ર તરીકે પરીક્ષા) મૂલાર્થ : આ અહિંસાદિ ધર્મો કયા શાસ્ત્રમાં કહેલા યુક્ત છે તે માટે પરીક્ષા કરનાર મહાત્માઓએ અવ્યગ્ર ચિત્ત વડે શાસ્ત્રનો વિચાર કરવો.
ભાવાર્થ જેમ શાસ્ત્રમાં સુવર્ણની પરીક્ષા કષ, છેદ અને તાપથી થાય છે. તેમ શાસ્ત્રના પ્રતિપાદિત વિષયની પરીક્ષા મહાત્માએ શાંતચિત્તે કરવી જોઈએ.
કષ = કસોટિના પથ્થર પર ઘસીને સોનું કસી જોવું.
તેમ તપ ધ્યાન વિગેરે કરવા અને પ્રાણી વધ ન કરવું એમ વિધિ-નિષેધથી વાક્યો જણાય તે પ્રાયે કષ શુદ્ધ છે.
છેદ : સોનાનો છેદ કરીને કસવામાં આવે. તેમ શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી. નિર્દોષ વર્તન કરવું તે છેદસૂત્ર છે.
તાપ શુદ્ધિ = સોનાને તપાવીને તેની શુદ્ધતાને કસવી તેમ આત્માની ઉત્પત્તિ અને નાશ છે તેનો એકાંત વચન રહિત યથાર્થ નિર્ણય કરવો તે તાપ શુદ્ધિ.
૧૮૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org