________________
દુઃખનો બોધ તે સમભાવરૂપ સામાયિકધર્મ. પોતાને જેમ દુઃખ પ્રિય નથી તેમ સર્વ જીવો માટે જેના સમાનભાવ છે તે સમતા છે.
૧. ધર્મચિ સમક્તિ : આ પ્રકારના ધર્મને વિષે રુચિ એવું જેનું સ્વરૂપ છે તે ધર્મચિ સમક્તિ છે, તે અન્ય નિર્દોષ રૂચિનાં ઉપલક્ષણને જણાવનારું છે. - ૨. નિસર્ગરુચિ : હળવા કર્મો જીવ કર્મના ક્ષયોપશમથી જાતે જ તત્વનો અભિલાષી થાય છે.
૩. ઉપદેશરુચિ. ગુરુ ઉપદેશ દ્વારા તત્ત્વથી રુચિવાળો થાય છે.
૪. આજ્ઞારુચિ : રાગાદિ રહિત જિનેશ્વરની આજ્ઞામાં શ્રદ્ધાથી વર્તે છે.
પ. સૂત્રરુચિ : અંગઉપાંગ જેવા રહસ્યયુક્ત ગ્રંથો જાણવાની રૂચિવાળો. ૬. અભિગમરુચિ: અંગઉપાંગ સૂત્ર ભણવામાં એકાગ્રપણે વર્તે.
૭. બીજરુચિ : શાસ્ત્રના અમુક ભાગને જાણીને તેનું અનેક પ્રકારે અવગાહન કરે. તેવી મતિ.
૮. વિસ્તારરુચિ : બીજ રુચિને જાણીને નવનિલેપના અનેક પ્રકારથી જીવોની અહિંસામય જેવી મતિ થાય.
૯. ક્રિયારુચિ : શુદ્ધ ક્રિયાનો આચાર કરવાની રુચિ.
૧૦. સંક્ષેપરુચિ. શાસ્ત્રના વિસ્તારનો બોધ સંક્ષેપમાં ગ્રહણ કરે [૨૩૩] સથવે વથા તત્વ-માવિ, તથાકવિતમૂ |
नवानामपि तत्त्वाना-मिति श्रद्धोदितार्थतः ॥ ८ ॥ મૂલાર્થઃ અથવા જેમ આ અહિંસારૂપ તત્ત્વ આજ્ઞાએ કરીને કહ્યું છે, તે જ પ્રકારે નવ તત્ત્વોનું પણ આજ્ઞા વડે જ સમક્તિ થાય છે, એવી શ્રદ્ધા લક્ષણ વડે સૂત્રોમાં કહી છે.
ભાવાર્થ : જીવોને ન હણવારૂપ અહિંસાની આજ્ઞા છે એવો છે બોધ, તેમ નવતત્ત્વની શ્રદ્ધા એ આજ્ઞાયુક્ત છે. નવતત્વને જે છે તેમ જાણવા શ્રદ્ધવા અર્થાત્ શેય, ઉપાદેય અને હેયના વિનિમયથી જિનવચન પ્રમાણે પ્રમાણ કરવા તે તત્ત્વનું શ્રદ્ધાન પણ શુદ્ધ સમક્તિનું ઉપલક્ષણ છે.
૧૮૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org