________________
ભાવાર્થ : નેત્રની બહારની રચના ગમે તેવી હો પણ પદાર્થને ગ્રહણ તો કીકી કરે છે. વળી પુષ્ય પણ સુગંધ વડે શોભા પામે છે. તેમ સર્વ ધર્મકાર્યમાં સમક્તિ જ સારભૂત છે. તે સમક્તિ દ્વારા સર્વજ્ઞ દેવાદિની પરીક્ષાનું શ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામે છે. અને સ્વાભાવિક રુચિ ઉત્પન્ન થાય છે.
સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી રુચિરૂપ શ્રદ્ધાનું પરિણમન તે સમ્યક્ત છે, તે દશ પ્રકારે છે.
નિસર્ગરુચિ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા સંક્ષેપ, ધર્મરુચિ છે. [३३१] तत्त्वश्रद्धानमेतच, गदितं जिनशासने ।
__ सर्वे जीवा न हन्तव्याः, सूत्रे तत्त्वमितीष्यते ॥ ६ ॥
મૂલાઈ : આ સમક્તિને જિનેશ્વરના શાસનમાં તત્ત્વ શ્રદ્ધાનરૂપ કહ્યું છે, અને તે તત્ત્વ સર્વે જીવો ન હણવા એમ સૂત્રને વિષે પ્રતિપાદન કરે છે.
ભાવાર્થ : વસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ છે, અર્થાત્ સર્વ પરભાવની નિવૃત્તિ તે આત્મધર્મ છે. પ્રથમ સમક્તિમાં તત્ત્વ શ્રદ્ધાન મુખ્ય કહ્યું છે. મુખ્યત્વે તે સમક્તિ ત્રણ સ્થાવર જીવની અહિંસારૂપ
સર્વ જીવોને સુખ પ્રિય છે. સૌ દુઃખથી ભયભીત છે. માટે કોઈ જીવને હણવા નહિ. વળી હિંસા એ આત્માનો સ્વભાવ નથી. તે પરભાવ હોવાથી મહા અધર્મ છે, અને અહિંસા તે આત્માનો ધર્મ છે. [૩૨] શુદ્ધ ઘમિતર્મવ્યાત્મિદં સ્થિત |
शुद्धानामिदमन्यासां, रुचीनामुपलक्षणम् ॥ ७ ॥ મૂલાઈ : આ અહિંસારૂપ ધર્મ શુદ્ધ-નિર્દોષ છે, અને એ જ ધર્મચિરૂપ શ્રદ્ધાન બીજી શુદ્ધ રુચિઓનું ઉપલક્ષણ છે.
ભાવાર્થ : પાપથી નિવૃત્તિરૂપ આત્મસ્વભાવ તથા છકાયજીવોની રક્ષારૂપ ચારિત્ર ધર્મ છે. પોતાના ઘાતની જેમ પરના ઘાતના
સમક્તિ અધિકાર : ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org