________________
આ પ્રજ્ઞાવંત સાધકના રોમે રોમે અહિંસાનું પાલન છે. જિનવચન જેને પ્રમાણ છે, શુદ્ધ સ્વભાવરૂપ ધર્મનું જેને લક્ષ્ય છે. એવા સમકિતવંત આત્મામાં પાંચ લક્ષણો આભૂષણની જેમ શોભે. છે.
શમઃ કષાય અને વિષયોનું શમન, અથવા કષાયોથી વૃત્તિને પાછા વાળવા જેવી સ્વાધીનતા
સંવેગ : તીવ્રપણે સાંસારિક ઈચ્છાઓ થતી નથી. તીવ્ર જિજ્ઞાસા માત્ર મોક્ષની છે.
નિર્વેદઃ જ્યાં સુધી સંસારમાં રહેવું પડે છે ત્યાં સુધી ભવનો ખેદ છે.
અનુકંપા : જગતના જીવો પ્રત્યે મૈત્રીભાવ. સમાન ભાવ.
આસ્થા અંતરમાં અનુકંપા. સર્વ જીવો સુખી થાવ. દુઃખ ના પામો આવાં લક્ષણ જીવમાં પ્રગટ થવાનું, આત્મરૂપ થવાનું સબળ કારણ છે. વીતરાગ, ધર્મની શ્રદ્ધા વીતરાગદેવની આજ્ઞાની અપૂર્વ રુચિ સક્રિયાનો અભિગમ.
આવા લક્ષણયુક્ત સમકિતવંત આત્મામાં ઘણા ગુણો પ્રગટ થાય છે. જે ગુણો દ્વારા ચિત્તશુદ્ધિ થઈ જીવ સ્વયં વીતરાગ સ્વરૂપ પરમાત્માપદને પામે છે. આમ સમ્યક્ત વૈરાગ્યની વૃદ્ધિ કરનારો પ્રબળ મનોભાવ છે. જીવને એક વાર સમ્યત્વ સ્પર્શી ગયું પછી જીવનો ભવભ્રમણનો થાક ઊતરે છે.
સમક્તિ નવિ લઘુ રે તે તો ચાર ગતિમાં રૂલ્યો.
સમક્તિ વગર જીવ અનાદિથી ચૌદરાજ લોકમાં ભમ્યો છે. કષાયની મંદતા કરી પુણ્યના રાશિ એકઠા કર્યા છે. પણ જડ અને જીવ, જગત અને જીવ કેવળ ભિન્ન જ છે. સાંયોગિક સંબંધવાળ છે. હું સર્વથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવી શ્રદ્ધાના બળે કરી જીવ પ્રજ્ઞાવડે દેહભાવ – સંસારભાવને છેદે છે. ત્યારે આ સમકિતના દ્વારે પ્રવેશ પામે છે.
૧૮૦ : અધ્યાત્મસાર .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org