________________
તેરા કોલી સમ્યક્ત પ્રસ્તુતિ
| સમક્તિ વિણ ચારિત્ર નહીં, ચારિક વિણ નહીં મુક્તિ, મુક્તિના સુખ છે શાશ્વતા, તો કિા લહીએ યુક્તિ.
જીવ જો તારે જન્મ-મરણાદિથી મુક્ત થવું છે, તો તારું અગ્રિમ કર્તવ્ય સમકિતને પ્રગટ કરવાનું છે. અનાદિનું અકબંધ ચાલ્યું આવતું મિથ્યાત્વ જે ભવભ્રમણના હેતુરૂપ થતું હતું તે આત્માની નિર્મળતાએ કરી એક ક્ષણમાત્રામાં નષ્ટ થતાં જીવ સમકિત પ્રાપ્ત કરે છે.
એ સમક્તિનું સામર્થ્ય કેવું છે?
એક વાર સમકિત પ્રાપ્ત થયા પછી જીવ વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન કાળમાં સંસારથી મુક્ત થાય છે. જો ક્ષાયિક ભાવે સમકિત પામ્યો હોય તો તે જ ભવે કે ત્રણ ભવે અવશ્ય મોક્ષે જાય.
જો જીવ સમકિતના ભાવમાં ટક્યો રહે તો તેને અધોગતિ, તિર્યંચ ગતિ. આંધળા-બહેરાપણું, દરિદ્રતા, નીચકુળ જેવા હલકા કર્મોનો બંધ થતો નથી. સ્થાવર જેવી જીવરાશિ પામતો નથી.
વળી સમકિત સહિતના તપ-જપ-વ્રતાદિ સકામ નિર્જરાનું કારણ બને છે. ભલે શુભ પરિણામે દેવગતિ પામે પરંતુ કાળક્રમે મુક્તિ અવશ્ય પામે છે. સમકિતની સ્પર્શનાના યોગે જીવને ચિત્તશુદ્ધિ વિભાવરૂપ હોય છે.
એકાંત માન્યતા રહિત કદાગ્રહ રહિત તીવ્ર રાગાદિ ભાવોનું શમન થઈ, જીવ શુદ્ધ ધર્મનો આરાધક હોય છે. પુણ્યયોગે ભોગસુખની સામગ્રી મળવા છતાં શ્રદ્ધા અપેક્ષાએ તેને હેય માને છે, ચારિત્ર મોહનીયના ઉદયે ભોગાદિ હોય છે.
અહો સમ્યગ્દષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતરગતુ ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ.
ભાઈ ! આ હકીકત સંસારવાસી, કે મિથ્યાદૃષ્ટિ જીવને લાગુ નહિ પડે. આતો પ્રજ્ઞાવંત સાધકની દશા છે. આ દશામાં રહેવું તેમાં પણ અત્યંત જાગૃતિ જોઈએ છે.
આંધળા-બનેવર જેવી સકામ નિર્જરા મુક્તિ
સમક્તિ અધિકાર : ૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org