________________
પ્રકારનું થાય છે. અને તેથી કરીને મહાબુદ્ધિમાન યોગી ઘેર્યને પામીને ઉજ્વળ યશલક્ષ્મી મેળવે છે.
ભાવાર્થ : ઉપરોક્ત પ્રમાણે નિર્મળતા પામેલું મન કે જેમાં અશુભ વિકલ્પોની પરંપરા નાશ પામી છે. વળી જેનું મન વિશુદ્ધ થયેલું છે. તેથી મહાજ્ઞાની એવા યોગીજનો વૈર્યને ધારણ કરી અનુક્રમે ગુણશ્રેણિએ આરૂઢ થઈ મોક્ષને પામશે. એમ “યશ” યશોવિજ્યજી ભાવના કરે છે.
મનઃશુદ્ધિ અધિકાર સમાપ્ત.
विषय ताप भववासना, त्रिविध दोष को जोर, प्रकटे याकी प्रबलता, क्वाथ कषाइ घोर ।
“મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા, લોભ પેદા થવાના જ ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે. પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે.
એટલે, ભવવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં.”
સામ્યશતકમાંથી
૧૭૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org