________________
ભાવાર્થ નિર્વિકલ્પ દશાને પામેલું આ યોગીઓનું ચિત્ત, અર્થાત્ રાગાદિ ભાવના તરંગ રહિત નિર્મળ ચિત્ત કેવળ ચૈતન્યમાં જ રમણતા કરે છે. નિશ્ચયદશાને પામેલું ચિત્ત અન્ય પદાર્થ કે પર્યાયને ગ્રહણ કરતું નથી. જે મન બહાર વાયુવેગે દોડતું હતું તે મન એક ક્ષણવાર અવલંબન રહિત અસંગપણે નિશ્ચયદશાને વિષે વર્તે છે. વળી સ્વાભાવિક જ્ઞાનવડે બહિર્મુખતા જેની નષ્ટ થઈ છે તેવું સમત્વયુક્ત ચિત્ત નિશ્ચય સ્વરૂપમાં જ વર્તે છે. આથી બાહ્ય પદાર્થોનું લક્ષ્ય છૂટી જાય છે. [૨૪] તફાયન: સમીમિ,
प्रकृतिशान्तमुदात्तमुदारधीः । समनुगृह्यमनोऽनुभवत्यहो,
નિતનો તમઃ પરમં મદદ | ૨૦ | મૂલાર્થ : અહો ક્રોધાદિ કષાયોનો જય કરનાર ઉદાર બુદ્ધિવાળો મનુષ્ય પોતાના ચિત્તને અનુકૂળ કરીને ગંભીરતાવાળું પ્રકૃતિથી જ શાંત ઉદાત્ત અને જેમાંથી મોહરૂપી અંધકાર નષ્ટ થયો છે એવું પરમ જ્યોતિમય જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે.
ભાવાર્થ એક ક્ષણમાત્રનું આત્મજ્ઞાન કેવું નિર્મળ હોય છે, કે જે વડે યોગીઓ ક્રોધાદિ કષાયોને જીતી લે છે, વિષયોના વિકારોનો પરિહાર કરી સદ્ગદ્ધિને પ્રાપ્ત કરે છે, તેનું ચિત્ત સાગર જેવું ગંભીર હોય છે. આ આત્મસ્વરૂપ પ્રકૃતિથી જ શાંત અને સ્થિર હોવાથી તેનું મોહરૂપી આવરણ નષ્ટ થયું છે એવું પરમ જ્યોતિમય આત્મસ્વરૂપ સ્વયં પ્રગટ થાય છે. [૨૬] તિતલુરવિન્યપરપાં,
પૃવિશુદ્ધિ મનો અવતદિશ ! धृतिमुपेत्य ततश्च महामतिः,
समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥ २२ ॥ મૂલાર્થ : જેમાંથી દુષ્ટ વિકલ્પોની પરંપરા નાશ પામી છે, તથા જેણે વિશુદ્ધિને ધારણ કરી છે, એવું મન ઉપર કહ્યું છે તેવા
મનશુદ્ધિ અધિકાર : ૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org